________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૪૧ ] શ્રી જ બૂકુમાર અને દશવિધ યતિધર્મ, धन्योऽयं सुरराजराजिमहितः श्रीजम्बूनामा मुनिस्तारुण्येऽपि पवित्ररूपकलिते यो निर्जिगाय स्मरम् । त्यक्त्वा महिनिबंधनं निजवधूसम्बन्धमत्यादरात्, मुक्तिवरस्त्रीवरसंगमोद्भवसुखं लेमे मुदा शाश्वतम् ॥ १ ॥
ઈંદ્રોની શ્રેણિવડે પૂજા–સત્કાર પામેલા થી જંબૂ નામના મુનિ ધન્ય કૃતપુણ્ય છે કે જેમણે પવિત્ર રૂપયુક્ત યૌવન વયમાં પણ કામને જય કર્યો અને મેહ-ઉત્પત્તિના નિદાનરૂપ નિજ સ્ત્રી–સંબંધને ત્યાગ કરીને અતિ આદરપૂર્વક મોક્ષરૂપી સ્ત્રીના શ્રેષ્ઠ સંબંધ જનિત શાશ્વત સુખને હર્ષથી ભેટ કર્યો. જંબકુમાર જેવા શ્રેષ્ઠ સજજનો છતા વિષયભોગને પણ ત્યાગ કરે છે અને કેટલાક ભારેકમી છ અછતા ભેગની પણ અભિલાષા રાખે છે ત્યારે જ બ્રકુમાર જેવા મહાપુરુષનું અદ્ભુત ચરિત્ર દેખીને (યા સાંભળીને ) પ્રભવ ચેર જેવા પ્રતિબંધ પામી જાય છે અર્થાત્ વિષયભોગનો ત્યાગ કરે છે. દુર્ગતિમાં પડતાં પ્રાણીને ધારી રાખી સદ્ગતિમાં જડી આપવાનું સામર્થ્ય ધર્મમાં છે. સર્વજ્ઞ ભગવાને કહેલો તે ધર્મ દશ પ્રકારને છે; અને તે ધર્મ મોક્ષ માટે થાય છે. આ પ્રમાણે સમજીને જ અનેક ભવ્યાત્માઓ શ્રી જબ્રકુમારની પેઠે અવિનાશી સુખ મેળવવા માટે સંયમ માર્ગનો આશ્રય લઈ, સદગુરુને આધીન રહી, વિનયબહુમાનપૂર્વક શુશ્રુષાદિક ઉત્તમ ગુણ ધારી, સમ્યફ શ્રુતજ્ઞાનનો દઢ અભ્યાસ કરી, ક્ષમાદિક ઉત્તમ ગુણેને ધારણ કરી, વિવિધ પ્રકારનાં બાહા અત્યંતર તપવડે આત્મદમન કરી, રાગ-દ્વેષ અને મહાદિક દેનું