________________
[ ૧૪૦ ]
શ્રી કરવિજયજી નિર્દભપણે ધર્માચરણ કરવું તે જ હિતકારી છે.
૧. સારી રીતે વિચારી જોતાં જે મહાવ્રતનો ભાર વહી શકાશે નહિં એમ જણાય તો પછી કેવળ લોકરંજન માટે સાધુવેશ રાખવો એ હિતકારી નથી.
૨. શુદ્ધ ચારિત્રપાત્ર સાધુ સ્વાત્મહિત કરી શકે છે અને શદ્ધ શ્રદ્ધાદિક ગુણયુક્ત ગૃહસ્થ-શ્રાવક પણ આત્મહિત કરી શકે છે અને ચારિત્રમાં શિથિલ છતાં સંવિજ્ઞપક્ષી (શુદ્ધ સાધુ ગુણને રાગી) સાધુ પણ સ્વહિત સાધી શકે છે.
૩. ચારિત્રમાં શિથિલ છતાં જે વડે કર્મની નિર્જરા થાય છે તે સંવિજ્ઞપક્ષી સાધુના લક્ષણ સંક્ષેપથી આવી રીતે કહેલાં છે.
૪. તે શુદ્ધ સંયમ માર્ગનાં વખાણ કરે, પોતાના શિથિલ આચારની નિંદા કરે અને સાધુ સમીપે પોતે સહુથી લઘુ (અતિ નમ્રભાવે) રહે.
૫. સકળ સુસાધુઓને પિતે વંદન કરે, પણ પિતાને વંદાવે નહિ, પદસ્થને દ્વાદશાવર્ત વંદન કરે પણ પિતાને કરાવે નહિં; સ્વાર્થને માટે કેઈને દીક્ષા આપે નહિ પણ સામાને પ્રતિબધી સુસાધુને સમર્પણ કરે.
૬. શિથિલાચારી સાધુ સ્વાર્થને માટે બીજાને દીક્ષા આપે છે અને તે સ્વપરનું બગાડે છે, સામાને દુર્ગતિમાં નાંખે છે અને પોતે ભવસાગરમાં ડૂબે છે.
૭. જેમ શરણાગતને કેઈ વિનાશ કરે તેમ આચાર્ય પણ શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણ કરતા પાપ બાંધે છે, એમ સમજી ભવભીપણે શુદ્ધ પ્રરૂપણા (અને બને તેટલી શુદ્ધ આચરણા) કરવી ઘટે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃહ, ૭૭ ]