________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૩૯ ] (Intoxication ), વિષયાસક્તિ ( Sensual appetite ), ક્રોધાદિક કષાય, નિદ્રા–આળસ અને વિકથા-નકામી કુથલી એ પ્રમાદરૂપ કહેલ છે. ટૂંકમાં કહીએ તે નિષ્કારણ બંધુરૂપ સર્વજ્ઞ વીતરાગદેવે આપણું એકાન્ત હિત માટે જે કઈ હિતઆચરણ કરવા માટે ઉપદેર્યું છે તે હિતોપદેશને આપમતિથી અનાદર કરી, સ્વછંદપણે ચાલવું, ખાવું-પીવું વિગેરે મોજ માણવી એને જ શાસ્ત્રકાર પ્રમાદ કહે છે. અજ્ઞાન મિથ્યાત્વાદિક દોષ માત્રનું પોતાની જ બેદરકારીથી સેવન કર્યા કરવું તે પણ પ્રમાદરૂપ જ લેખાય. ઉક્ત પ્રમાદવાળાં મન, વચન કે કાયા કહો કે વિચાર, વાણું અને આચાર કહો તે જ પ્રમાદાગ એટલે પ્રમાદયુક્ત મન, વચન અને કાયાના વ્યાપાર જાણવા. આવા પ્રમાદાચરણથી પોતાના કે પરાયા પ્રાણને અંત કરવામાં આવે તેનું નામ હિંસા. એ પ્રાણ બે પ્રકારનાંદ્રવ્ય ને ભાવરૂપ કહ્યાં છે. શ્રોત્રાદિક પાંચ ઇન્દ્રિ, મનબળ, વચનબળ ને કાયાબળ, શ્વાસોશ્વાસ અને આયુષ–એ દશને દ્રવ્ય પ્રાણસંજ્ઞા તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય – શક્તિને ભાવપ્રાણની સંજ્ઞા આપવામાં આવી છે, દ્રવ્યપ્રાણને નાશ થાય તે દ્રવ્યહિંસા અને ભાવપ્રાણુને નાશ-લેપ થાય તે ભાવહિંસા જાણવી. એ બંને પ્રકારની હિંસા તજવા ગ્ય છે, પરતુ દ્રવ્યહિંસા કરતાં ભાવહિંસા અત્યંત દુષ્ટ કહી છે. જે રીતે સ્વપર ભાવહિંસાના દોષથી બચી શકાય અને સ્વપર ભાવપ્રાણની રક્ષારૂપ ભાવદયાને લાભ થાય તેવા લક્ષપૂર્વક સ્વપર દ્રવ્ય-પ્રાણની પણ રક્ષા કરવા સતત સાવધાન રહેવું ઉચિત છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૭૦ ]