________________
લેખ સંગ્રહ : ૭
[ ૧૨૯ ] બીજ વાવ્યું અને કેટલાએકે તો ક્ષેત્રમાં ઊગેલું ધાન્ય પણ ફેંકી દીધું. આ વાતને ઉપનય-સાર સમજવા જેવો છે.
૭. એવી રીતે રાજા જિનવર છે, ધર્મ રહિત કાળ એ નિબીજ કાળ છે, કર્મભૂમિરૂપ ક્ષેત્ર છે અને નીચે મુજબ ચાર પ્રકારના ખેડુ લોકો છે.
૮. અસંયત ( વ્રત-નિયમ રહિત) લેકે, દેશવિરતિવંત (થોડાઘણું વ્રત યુક્ત) લેક, સુસાધુ લોકો અને પાસવ્હાદિક (શિથિલાચારી સ્વેચ્છાચારી) લેકે, એવા ચાર પ્રકારના લોકોને જિનવરદેવે સર્વ પ્રત્યક્ષ જ્ઞાનથી ધર્મબીજ મેક્ષિપ્રાપ્તિ અર્થે આપ્યું. તેમાંથી અસંયત લોકોએ સર્વ બીજનું સમૂળનું ભક્ષણ કર્યું, દેશવિરતિવંત લોકોએ અર્ધ ધર્મબીજને સદુપયોગ કર્યો, સુસાધુ જનેએ સર્વથા સદુપયોગ કર્યો અને સ્વેચ્છાચારી સાધુઓએ ઊગેલાં ધર્મરૂપ ધાન્યને સર્વથા લેપ કર્યો. પૂર્વોક્ત ઉભય માર્ગનું સ્વેચ્છાએ ઉલ્લંઘન કરનાર જીવ સર્વ જિનવરોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને એવી રીતે આપમતિથી જિન આજ્ઞાને ભંગ કરનાર ભયંકર ભવઅટવીમાં ભમે છે. '
૯. જે સાધુના ઉત્તમ ગુણવાળા પાંચ મહાવ્રતાદિકરૂપ મૂળ ગુણને ધારી તેનો નિર્વાહ કરવા શક્તિ ન હોય તો સાધુવેશને ત્યજી, સુશ્રાવકની વ્રત મર્યાદા આદરી, તેને પ્રયત્નથી પાળવી હિતકારી છે. દંભ સહિત (મિથ્યા આડંબર યુક્ત) સાધુ મુદ્રાને જાળવી રાખવા કરતાં કપટ રહિત શ્રાવકના વ્રત પાળવા શ્રેષ્ઠ છે.
૧૦. અરિહંત ભગવાનની મુદ્રા(પ્રતિમાની અને સાધુ જનની પૂજા ભક્તિ કરવામાં રકત તથા વ્રત-નિયમમાં દૃઢ