________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૩૫ ] આત્મવીય ફેરવી, સ્વપરનું હિત સાધવા ચૂકતા નથી. એ રીતે વિચારમાં, વાચામાં અને આચારમાં પુણ્ય–અમૃતનું સિંચન કરતાં, અનેક કટિ ઉપાવડે ત્રિભુવનવાસી જીને પ્રસન્ન કરતા અને અન્યના લેશમાત્ર ગુણને પણ સૂક્ષમદર્શક યંત્ર જેવી અતિ બારીક દષ્ટિથી પર્વત જેવા વિશાળરૂપે જોઈ દિલમાં આનંદિત થાય તેવા સંત-સુસાધુજનો આ જગતીતલ ઉપર વિચરી, પિતાના પવિત્ર મન–વિચાર, વચન-ઉપદેશ અને ચારિત્ર–આચારવડે ઉત્તમજનેને અનુકરણ કરવા યોગ્ય બની તેમને પાવન કરે છે. તે
આવા પવિત્રાત્મા સંત–સાધુજનેવડે જ પૃથ્વી રત્નગર્ભા લેખાય છે. તેમના ઉત્તમ ગુણાનુભાવવડે વિષય-કષાય અને વિકથાદિક પ્રમાદથી વિરક્ત, સદા સર્વત્ર સુખદાયી એવું સુંદર સંયમબળ આપણામાં કુરે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૨૦૯ ]
આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મવિવેક પ્રગટ
કરવા પાંચ એલ. ૧. આપણે આત્મા સ્ફટિક રત્ન જેવો નિર્મળ છતાં જેમ તે સ્ફટિક રાતા, કાળા ફૂલના સંબંધથી રાતું-કાળું દેખાય છે, તેમ શુભાશુભ કર્મના સંબંધથી આત્મા પણ રાગ-દ્વેષના પરિણામને પામે છે. કેઈ ચતુર માણસ યુક્તિથી એ ફૂલ કાઢી નાખે તો સ્ફટિક જેવું ને તેવું જ નિર્મળ દેખાય છે તેમ પુરુષાર્થ ફેરવી કમ–ઉપાધિને દૂર કરતાં રાગ-દ્વેષ પરિણામ ટળી જઈને આત્મા શુદ્ધવિશુદ્ધ પરમાત્મસ્વરૂપ થઈ રહે છે. પુરુષાર્થ કે વીર્ય શકિતને આ સારો ઉપયોગ કરવાને બદલે રાગ-દ્વેષ વધ્યા જ કરે તેવાં કર્મો કર્યા કરવા એ મહા