________________
[ ૧૩૬ ]
શ્રી કપૂરવિજયજી દુઃખદાયક છે, એટલે કે આપણી શક્તિને ગેરઉપગ નહીં કરતાં સદુપયેાગ જ કરવો જોઈએ.
૨. જે સત્સંગ-ઉત્તમ સમાગમગે સબધ મેળવી આપણું અનાદિની તલવાળી અજ્ઞાનદશા–અવિદ્યા દૂર કરવા પ્રયત્નો કરીએ અને જ્ઞાની પુરુષનાં એકાંત હિતકારી વચનેનું મનન કરી તે આપણા મનમાં ચવીએ અને તેમ કરી દઢ શ્રદ્ધાવિશ્વાસથી અદ્દભુત બળ-પરાક્રમ ફેરવીને રાગ-દ્વેષ, મોહાદિક દુઃખદાયક દોષસમૂહને દૂર કરવા મથન કરીએ તે થોડા વખતમાં સુખદાયક ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતેષાદિક સદ્દગુણે આપણું હૃદયમાં દાખલ થવા પામે અને એમ થવાથી વારંવાર કરવા પડતાં જન્મ-મરણાદિક અનંત દુઃખ-દાવાનળમાંથી ક્રમે ક્રમે બચીને છેવટે શાશ્વત-મોક્ષસુખમાં કરવાનું બને.
૩. જેમ બને તેમ પંચ પ્રમાદરૂપી મદિરાના પાશમાંથી છૂટીને પરવશતાની દુઃખદાયી બેડીમાંથી મુક્ત થવા દઢ પ્રયત્ન કરવા ભૂલવું નહીં. પ્રમાદ-મદિરાથી જીવ પિતાનું ભાન ભૂલી જઈ–પરવશ બની જઈ મહાદુઃખ અનુભવે છે. સ્વતંત્રતાના બહાને સ્વચ્છેદપણું સેવવું અને શાસ્ત્રજ્ઞ મહાશયોની હિતશિખામણની અવગણના કરવી એ જ માટે પ્રમાદ છે. હિતસુખ–શ્રેય અને કલ્યાણકારી માર્ગને અનાદર કરી અહિતઅસુખ અને અશ્રેયકારી દુર્ગતિને માર્ગ આદરે એ જ મહાપ્રમાદ જાણ. જે વડે અત્યંત મૂંઝાઈ જઈ જીવ મેહમાં ચકચૂર થઈ જાય તે જ પ્રમાદ છે.
૪. મધ, વિષય, કષાય, નિદ્રા (આળસ) અને વિકથાએ પાંચ મુખ્ય પ્રકારના પ્રમાદ છે, અર્થાત્ પહેલું મધ એટલે