________________
[ ૧૩૪ ]
શ્રી કરવિજયજી જેમનું મન સદા વૈરાગ્યથી વાસિત-વિષયકષાયના પ્રપંચથી વિરક્ત-સમતા રસમાં રંગાયેલું રહે છે તે મુનિમહાશયે અને તેમના પવિત્ર પગલે ચાલનારા સુશિવે આખી આલમની સદા શાંતિ ઈચ્છે છે. સહુ સગુણશાળી બની એક-બીજાનું ભલું જ ચાહતા અને કરતા રહે. કેઈપણ દુઃખી કે દોષવાન ન રહે અને સર્વ સદા સર્વત્ર સુખી સુખી રહે એવી જ અમૃતમય આશિષની વૃષ્ટિ તેઓ કરે છે. વળી તેઓ એવા ઉત્તમ વિચાર માત્ર કરીને વિરમતા નથી, પણ જેઓ અજ્ઞાન અને અવિવેગે દુષ્કાર્યો કરી દુઃખી થઈ રહ્યા છે તેમના પ્રત્યે કરુણ લાવી, સદુપદેશવડે તેમને તેવા પાપ-પંકથી ઉદ્ધારવા અને પવિત્ર પુણ્યમાર્ગે ચઢાવવા અને તેમની
સ્થિતિ ગમે તે રીતે દૂર કરવા તનતોડ મહેનત કરે છે, અને તેવા કાર્યમાં યથાશક્તિ તન, મન અને ધનથી મદદ કરવા અન્ય એગ્ય જનને પણ પ્રેરણા કરે છે. આ પૂર્વે સુકૃત્ય કરવાવડે સુખી થયેલા અને પવિત્ર આચારવિચારના સતત સેવનથી સગુણ બનેલા અન્ય બંધુઓને અને બહેનેને નિરખી દિલમાં પ્રમુદિત થાય છે, સુકૃત્યની અનુમોદના કરે છે, એ બધું સુકૃત્યનું જ ફળ છે એમ સારી રીતે સમજાવી તેમને પવિત્ર ધર્મમાં અધિકાધિક ઉત્સાહિત કરે છે અને પુણ્યમાર્ગમાં સારી રીતે દઢ કરે છે, જેથી તે પણ એ મુનિમહાશયની પેઠે સર્વ શક્તિથી શાસનની પ્રભાવના કરે છે. વળી પૂર્વભવના પ્રચંડ પાપગે અતિ મલિન અધ્યવસાયવાળા, નિર્દય પરિણામી, નિન્દક અને ધિઠ્ઠાઈને ધારણ કરનારા આત્મદ્રહી જી ઉપર પણ લેશમાત્ર ઠેષ નહીં લાવતાં તેમને પ્રચંડ કર્મવશ સમજી, પિતાના મનનું સમાધાન કરી, સંયમમાર્ગમાં સાવધાનપણે