________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૩૩ ] સંયમવંત સાધુજનેનું વર્તન કેવું હોય? तश्चिन्त्यं तद् भाष्यं तत्कार्य भवति सर्वथा यतिना । नात्मपरोभये बाधकमिह यत् परतश्च सर्वार्द्धम् ॥१॥
–પ્રશમરતિ અથ–સંયમમાર્ગમાં યતનાવંત યતિ મહારાજ મનમાં એવું જ ચિંતવે-વિચારે, મુખથી એવું જ ઉચ્ચરે–ભાષણ કરે અને કાયાથી એવું જ આચરણ કરવા પ્રમાદરહિત પ્રયત્નશીલ બને કે પરને કે ઉભયને આ લેકમાં કે પરલોકમાં કયારે ય પણ બાધા-પીડા ઉપજે નહીં, પરંતુ સહુને સર્વસ્થળે સર્વદા સુખ જ મળે.
પરમાર્થ–સંયમધારી, સંસારત્યાગી, નિઃસ્વાર્થ વૃત્તિવાળા યતિજનેનું વર્તન દુનિયાના પ્રાયઃ સર્વ જીવોને અને ગ્યતાવાળા ભવ્ય જીવોને વિશેષ પ્રકારે હિતકારી થઈ શકે છે, તેથી તે સહુને પોતપોતાના સ્થિતિ–સંગે પ્રમાણે આદરવા ગ્ય બને છે અને તેને જેટલા અંશે આદર કરી શકાય છે તેટલા અંશે દુનિયાનું હિત જ થતું જાય છે. આથી સંયમ જીવન એકાંત હિતકારી છે એમ સ્પષ્ટ થાય છે. ખરેખર સઘળી સાંસારિક આશા-તૃષ્ણાને છેદી સંયમી જીવન જીવનાર મુનિમહાશયની આંતરભાવના ઘણી જ ઉમદા હોય છે. ક્ષુદ્ર દષ્ટિવાળા સંસારી જીવને જે મારાતારાને ભેદભાવ હોય છે તે જ તેમનામાં હેત નથી. તેમને તો આખું જગત્ નિજ કુટુંબ જેવું જ જણાય છે. આવી ઉદાર ભાવનાવડે ગમે તે મનુષ્યનું ચારિત્રબળ અતિ ઉમદા અને ભવ્ય જનને અનુકરણ ચગ્ય બની શકે છે.