________________
( ૧૨૮ ]
શ્રી કપૂરવિજયજી હિતકર-માર્ગ ૧. જન્મ, જરા ને મરણથી સર્વથા મુક્ત થયેલા શ્રી જિનેશ્વએ મોક્ષના મુખ્ય બે માર્ગ કહ્યાં છે (૧) સુસાધુ માર્ગ અને (૨) સુશ્રાવક માર્ગ. (૩) સંવિક્ષપક્ષી ધર્મ છે. તે ઉપરના બન્ને ધર્મમાં અંતર્ભાવ (સમાવેશ) પામે છે.
૨. જિનેશ્વરપ્રભુની આજ્ઞા અહિંસાદિક મહાવ્રતને અખંડ પાળતા રહી પ્રતિબંધ રહિત (અપ્રમત્તભાવે) વિચરવું એ ભાવપૂજારૂપ મુનિમાર્ગ છે અને સુશ્રદ્ધા સહિત સ્થલ હિંસાદિકના ત્યાગ પ્રમુખ અણુવ્રતાદિકને પાળવા સાથે જળ, ચંદનાદિકવડે જિનેશ્વર પ્રભુની દ્રવ્ય પૂજા કરવી એ સુશ્રાવક માર્ગ છે. જે મુનિમાર્ગ પાળવાને અસમર્થ હોય તેને શ્રાવક માર્ગ આદરપૂર્વક સેવ શ્રેયકારી છે. શક્તિ અને યેગ્યતા મુજબ ધર્મ સાધવાની મર્યાદા છે.
૩. જે મનુષ્ય સુખશીલપણાથી ઉભયભ્રષ્ટ રહે છે અર્થાત સંયમ પાળવા અશક્ત છતે શ્રાવક માર્ગને પણ કપટ રહિત અંગીકાર કરીને જે પાળતો નથી તેને મોક્ષની કે સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી.
૪. ઉત્તમ પ્રકારનું જિનમંદિર બનાવવા કરતાં પણ પ્રભુ આજ્ઞા મુજબ તપ, જપ, સંયમનું સાદર સેવન કરવું વધારે લાભકારી છે.
૫. જેમ કે રાજાએ નિબીજ થયેલા દુભિક્ષ કાળમાં અન્ય દ્વીપમાંથી અન્ન લાવીને ખેડુ લેકને વાવવા આપ્યું.
૬. તેમાંથી કેટલાક ખેડૂતોએ તે સર્વ બીજનું ભક્ષણ કર્યું, કેટલાએકે અર્ધ ખાધું અને અર્ધ વાવ્યું, કેટલાએકે સર્વ