________________
[ ૧૩૦ ]
શ્રી કપૂરવિજયજી
એવા શ્રાવક થવું એ શ્રેય છે, પરંતુ ધ ભ્રષ્ટ થઈ ભથી સાધુવેશ રાખવા તે હિતકારી નથી; એથી સ્વપરને નુકશાન છે.
૧૧. હિંસાદિક સર્વ પાપવ્યાપારના સર્વથા ત્યાગ કરું છું, એવી મેાટી પ્રતિજ્ઞા કર્યા છતાં જે લેશમાત્ર પાપથી ડરી પા। નિવતા નથી તે ઉભય ( સાધુ કે ગૃહસ્થના ) માથી ચકી સથા ધ ભ્રષ્ટ બને છે.
૧૨. જે પાતે પ્રતિજ્ઞા કરી તે મુજબ વર્તતે નથી તેનાથી બીજો મિથ્યા-ષ્ટિ કાણુ છે ? કેમકે પરને અવિશ્વાસ ઉત્પન્ન કરી મિથ્યા ભ્રમમાં નાંખતા તે મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે.
૧૩. સર્વજ્ઞ પ્રભુની આજ્ઞામાં વતાં જ ચારિત્ર પ્રમાણુ છે. આજ્ઞા ભંગ કર્યો ખાકી શું રહ્યું? આજ્ઞાભંગ કરનાર કાની આજ્ઞાથી શેષ અનુષ્ઠાન કરે છે ? અર્થાત તેની સ્વેચ્છાચારી કરણી નિષ્ફળ છે, મેાક્ષદાયી થતી નથી.
૧૪. જેણે પાંચ મહાવ્રતરૂપી ઊંચા કિલ્લા તાડી નાંખ્યા છે તેવા ચારિત્ર વેશધારીને સ્વેચ્છાચારરૂપ પ્રમાદવશથી અનતા કાળ સંસાંરચક્રમાં ભ્રમણ કરવુ પડે છે.
૧૫. ‘હું કઇ પાપ પોતે નહિ કરું, નહિ કરાવું અને કરનારને ઠીક નહી માનુ’એમ પ્રગટ પ્રતિજ્ઞા કરી તેવા જ પાપને પુનઃ પુનઃ સેવે છે તે પ્રત્યક્ષ મૃષાવાદી બની માયા– કપટને સેવે છે. આવા અનાચારીથી ચેતી જવામાં જ શ્રેય છે. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૭, પૃ. ૭૫]