________________
[ ૧૨૦ ]
શ્રી કરવિજયજી सूक्त बोधवचनो ने प्रभुप्रार्थना. (૧) એકાગ્રચિત્ત બની, પરમાત્મ ગુણનું ચિન્તવન કરવાનું નામ જ ખરી વસ્તુ કે પ્રાર્થના છે. એ દ્વારા આત્મા ધીરે ધીરે ઉન્નતિ પામતે પરમાત્મદશા સુધી પહોંચે છે.
(૨) જેને શાંતિ પામવાની ઈચ્છા જ હોય તેણે મનેવિકારોને દૂર કરવા ખાસ પ્રયત્ન કરવો જોઈએ.
(૩) જ્યાં સુધી વિષયસુખ મીઠાં લાગે ત્યાં સુધી મનુષ્ય આત્માની ઉન્નતિ કરી શકતા નથી. - (૪) સુવિચાર, સદવર્તન અને સઉદ્યમમાં લાગ્યા રહેવું એ એક ભારે હેતુ છે, સુખદાયક કામ છે.
(૫) મન અને તનને શુદ્ધ રાખો, વિષય-વાસનાઓને દૂર કરે, સ્વાર્થ બુદ્ધિને તજે અને ઉચ્ચ પવિત્ર જીવન વ્યતીત કરો.
(૬) પ્રભાતમાં ઊઠી આત્મનિરીક્ષણ કરે, આપણું અંદર ઊંડી નજર નાંખી જુઓ, ને જે જે દોષો નજરે આવે તેને દૂર કરવા દ્રઢ નિશ્ચય કરો તથા સદ્ગુણ વધારવા પ્રયત્નશીલ બને.
(૭) જેણે પિતાના હદયને રાગ-દ્વેષ-માન-ક્રોધાદિક કષાયે તથા તુછ ઈચ્છાઓથી રહિત કર્યું છે અને જે સહુને અનંત દયા અને પ્રેમભાવથી જોઈ પ્રાણીમાત્રને માટે શાતિને ઈચ્છક છે તે મનુષ્યના સહજ સુખ અને આનંદની કંઈ સીમા નથી.
(૮) સજને ! આપણા મનને શુદ્ધ-નિર્દોષી બનાવે, એથી સ્વજીવન સુંદર, ઉદાર, સુખી અને શાન્ત બની જશે.