________________
[ ૧૨૪ ]
- શ્રી કરવિજયજી છે, એમ સમજી સ્થિતિ અનુસારે સુજ્ઞ જનોએ તેને સુસ્થાનકે શીધ્ર ઉપયોગ કરે.
૧૬. સાંભળનારને રુચિ-પ્રીતિ ઉપજે એવું સમયોચિત ડહાપણભર્યું હિત, મિત, પ્રિય, પથ્ય ને તથ્ય (સત્ય) વચન વદી સર્વને સંતોષવા એ જ વાચા પામ્યાનું ઉત્તમ ફળ સમજવું.
૧૭. દીન, દુઃખી, અનાથ, અશરણ ને યથાયોગ્ય આશ્રય આપી તેમને દુઃખમુક્ત કરવા બનતી કોશીશ કરવી એ મહાદયાળુઓની પવિત્ર ફરજ છે.
૧૮. માતાપિતાદિકના અમાપ ઉપગારને સંભારી, તેમની સેવા-ભક્તિ કરવાની દરેક તક મળે તેનો લાભ લેવા સુગુણકૃતજ્ઞ ભાઈબહેનોએ ભૂલવું નહીં.
૧૯ શીલ, સંતોષ યા બ્રહ્મચર્યને અજબ પ્રભાવ સારી રીતે સમજી લઈ, પોતાની અને પોતાની પ્રિય સંતતિની ઉન્નતિને અર્થે અધિક આદર કરે.
૨૦. સંત-મહાત્માઓએ આપણું શ્રેયનિમિત્તે સમયોચિત જે જે હિતવચને કહ્યાં હોય તેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરી, આપણું શ્રેય સાધી લેવું જોઈએ.
૨૧. “લગન વેળા ગઈ ઊંઘમાં, પછી ઘણે પસ્તાય” એ ન્યાયે આ દુર્લભ માનવ ભવ પામી, આત્મકલ્યાણ સાધી લેવાની અમૂલ્ય તક મળ્યા છતાં પ્રમાદવશ તેને લાભ લેવાનું ચૂકી જવાશે તે પાછળથી અત્યંત પ્રસ્તાવ કરે પડશે, તેથી જ સર્વએ પ્રમાદાચરણ તજ પ્રાપ્ત સામગ્રીનો બને તેટલો લાભ લેવો.
[જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૧૪]