________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૨૫ ]
મેાક્ષના સાચા સરલ મા—વિશુદ્ધ પ્રેમ-ભક્તિ
૧. સ્વાત્મા સમાન સર્વને લેખા, કાઇને પ્રતિકૂળતા ઉપજે એવું કદાપિ મનથી, વચનથી કે કાયાથી ન કરી.
૨. સહુ સુખના અથી છે. ખરું સુખ મેાક્ષમાં છે. શુદ્ધ દેવ-ગુરુની ભક્તિથી તે સ્હેજે મળી શકે છે.
૩. ખરા દિલની ભક્તિ એ કલ્પવેલી જેવી સુખદાયી છે. ભાવ વગરની ભક્તિ કશા લેખાની નથી.
૪. વિધિ સહિત અનુકૂળ ભક્તિવડે આત્મકલ્યાણ સાધી શકાય છે, તેમાં અવિધિ દ્વેષ અવશ્ય તજવા જોઇએ.
૫. ભક્તિમાં જ એક ચિત્ત રાખી, તુચ્છ ફળની ઈચ્છા તજી નાગકેતુની પેઠે સર્વોત્તમ ગુણ પ્રાપ્ત કરવાની જરૂર છે.
૬. મુનિજનાને ભાવપૂજા અને મલિનાર ભી ગૃહસ્થાને દ્રવ્ય પૂજા મુખ્યપણે કરવાની છે.
૭. રાગીને ઔષધની જેમ દ્રવ્યપૂજા મલિનાર'ભી ગૃહસ્થાને હિતકારી જ છે, મુનિજનાને તેની જરૂર નથી.
૮. કૃતકૃત્ય થયેલા પ્રભુની ખાતર પૂજા કરવાની નથી, પણ પ્રભુ સમાન થવા માટે પરમાત્માની પૂજા કરવાની છે.
૯. એક દીવા પેાતાની જેવા અનેક દીવા પ્રગટાવી શકે છે અને તેથી તેના પેાતાનામાં કશી ખામી કે ન્યૂનતા આવતી નથી. ૧૦. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવવડે જિનેશ્વરા સ દેશ-કાળમાં ત્રિભુવનને પાવન કરે છે. તેમનાં નામાદિ સર્વ પવિત્ર જ છે.