________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૨૩ ] પાળવી તે ત્રીજી મહાવત અને તેમાંથી બની શકે તેટલે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા તે ત્રીજું અણુવ્રત
૧૧. સર્વ પ્રકારને વિષય-વિલાસ તજી, શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું તે ચતુર્થ મહાવત અને સ્વસ્ત્રી કે સ્વપતિમાં સંતોષ રાખી રહેવું તે ગૃહસ્થચિત ચેાથું વ્રત છે.
૧૨. વસ્તુ-શરીર ઉપગરણ પ્રમુખ ઉપરથી માયા–મમતા સર્વથા તજવારૂપ અપરિગ્રહ નામનું પાંચમું મહાવ્રત અને ધન ધાન્યાદિક બાહ્ય પરિગ્રહનું યથાયોગ્ય પ્રમાણ કરી, મર્યાદા બાંધી, બને તેટલી તૃષ્ણા ઘટાડવા નિશ્ચય કરી ગૃહસ્થાચિત માર્ગે વર્તવું તે પાંચમું અણુવ્રત છે.
૧૩. ઉક્ત પાંચ અણુવ્રતો સાથે તેની જ પુષ્ટિ નિમિત્તે છ દિવિરમણ, સાતમું ભેગપગ વિરમણ અને આઠમું અનર્થદંડ વિરમણ-એ ત્રણ ગુણ પ્રત્યે તથા સામાયિક, દેશાવગાસિક, વિષધ અને અતિથિસંવિભાગ નામના ચાર શિક્ષાવ્રતોનું સ્વરૂપ યથાર્થ સમજી લઈ, સુજ્ઞ શ્રાવક,, શ્રાવિકાઓએ ગૃહસ્થાચિત ઉક્ત બારે વ્રત આદરવા જરૂર ખપ કરે.
૧૪. વળી ભાવશોચ (પ્રામાણિકતા), સંતોષ, ઉત્તમ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન-એ પાંચે નિયમિત આચરવા પડે. આત્મન્નિતિ સાધવા ઈચ્છનારાઓને તે બહુ ઉપચગી છે.
૧૫. પ્રામાણિકપણે જ યોગ્ય વ્યવસ્થાવડે જે ધન ઉપાર્જન કરવામાં આવે તેની પણ સાર્થકતા તે તેને વિવેકસર સારા ઠેકાણે કેવળ પરમાર્થ દવે ઉપગ કરવાથી જ થઈ શકે