________________
[ ૧૨ ]
શ્રી કપૂરવિજયજી વિચાર કરી તેને નિરધાર કરવામાં રહેલું છે–આત્મતત્વ શોધી લેવામાં રહ્યું છે.
૫. દશ દષ્ટાન્ત દુર્લભ મનુષ્ય ભવ પામ્યાનું ફળ, આપણું છતી શક્તિને ગોપવ્યા વગર યથાયોગ્ય વ્રત-નિયમો આદરી પાળવામાં રહ્યું છે.
૬. અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહાચર્ય ને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને સર્વથા મન-વચન-કાયાવડે શુદ્ધ સાવધાનપણે સાંસારિક બંધનથી મુક્ત થયેલા નિથ સાધુજને જ પાળી શકે છે.
૭. જેમનામાં એવી ને એટલી બધી ત્યાગ-વૈરાગ્ય વૃત્તિ જાગી નથી તેવા પણ તત્વશ્રદ્ધામાં દઢતા રાખનારા ગૃહસ્થ ભાઈબહેને ઉક્ત મહાવતે કરતાં ઘણું અ૯પ પ્રમાણમાં પાંચ આવ્રતનું સ્વરૂપ સમજી, તેને યથાશક્તિ આદર કરવા અવશ્ય પ્રયત્ન કરી શકે છે.
૮. ત્રસ ને સ્થાવર સર્વ જીવોનું સર્વથા રક્ષણ કરવાની દઢ પ્રતિજ્ઞા કરવી તે પ્રથમ અહિંસા મહાવ્રત ગૃહસ્થાશ્રમી પાળી ન શકું પરન્તુ ગૃહસ્થાશ્રમ ચલાવવામાં વાંધો ન આવે એટલી શકય જીવરક્ષા કરવી ને તેવી પ્રતિજ્ઞા લઈ પાળવી તે પ્રથમ અણુવ્રત લેખાય છે.
૯. સર્વ પ્રકારે સત્ય બોલવાની પ્રતિજ્ઞા લઈ પાળવી તે બીજું મહાવ્રત અને ગૃહસ્થ વ્યવહાચિત સત્યનું પાલન કરવાનો નિશ્ચય તે બીજું અણુવ્રત.
૧૦. સર્વ પ્રકારે ચર્ય કર્મને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા