________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૧૯ ] ૧૭. એ કામ પાછળ ઉદાર દિલથી તન-મન-ધનને ભેગ અપાવે જોઈએ.
૧૮. બીજા નકામા ખર્ચ ઓછા કરી, નજદિકના ભવિધ્યમાં સમાજ અને શાસન દીપી નીકળે તેવી ખરી કેળવણું પાછળ આપણું સઘળી શક્તિ વહેવડાવવી જોઈએ.
૧૯ આપણામાં સારા દિલસોજ ને સમયજ્ઞ શિક્ષકો ને ઉપદેશકે પ્રગટે એવો પ્રબંધ સારા અનુભવી જનેની સાચી સલાહ મેળવી કરવે.
૨૦. તેમ કરવાથી આપણી ઘણીખરી શક્તિઓ વ્યર્થ વેડફાઈ જાય છે તે બચે અને ખરી દિશામાં ખર્ચાય તે ભવિષ્ય બહુ સુંદર થવા પામે.
૨૧. પ્રમાણિક ઉદ્યોગશીલતાની ગંભીર ખામીથી જ્યાં ત્યાં દરિદ્રતા પ્રસરી દેખાય છે તે જલદી દૂર થાય એવી દુરદેશી વાપરી યોગ્ય વ્યવસ્થા કરવી અને અસ્ત થયેલી ખરી પ્રામાણિક ઉદ્યોગશીલતા આપણા સહુમાં મૂર્તિમંત જાગે, સર્વત્ર વ્યાપે અને તેના મીઠાં સ્વાદિષ્ટ ફળને સહુને સાક્ષાત્ અનુભવ થાય તેમ કરવું જેથી સમાજ અને શાસનના એકાંત હિતકાર્યમાં ઉત્સાહભેર આગળ ને આગળ વધવા આપણામાં ખરી શક્તિ કુરી સફળતા મળે. .
[ જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૭૩ ]