________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૧૭ ] સ્થિતિનું જે ઘોર અજ્ઞાન પ્રસર્યું છે તેથી આપણા સમાજની ભારે દુર્દશા થવા પામી છે. વિચારવાનને આ સત્ય સમજાતાં તેને સુધારવા પ્રયત્ન કરી તેમાં સફળતા મળે તેવી તાલાવેલી જાગવી જોઈએ.
૨. શરીરનું આરોગ્ય સચવાય તેવી તાલીમ દરેક વ્યક્તિને મળવી જોઈએ, તેવું જ્ઞાન અપાવું જોઈએ અને તેને વર્તનમાં મુકાવવું જોઈએ.
૩. બ્રહ્મચર્ય—પાલનના અજબ ફાયદા અને તેના ભંગથી થતા પારાવાર ગેરફાયદાઓ દરેક નાના-મોટા ત્યાગી-સાધુઓ કે ગૃહસ્થને ઠીક સમજાવવા જોઈએ.
૪. સમજ વગર લુખી કરણ આંખ મીંચીને કરતાકરાવતા રહીએ તે કરતાં સુંદર રહસ્ય સાથે તે કરાય તે પ્રબંધ થવું જોઈએ.
૫. આમ કરવાથી દૂધમાં સાકર ભળવા જે ભારે લાભ થવા પામશે.
૬. જિનેક્ત જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચારને યથાર્થ સમજી તેને વિધિવત્ પાળનારઆરાધક ત્યાગી કે ગૃહસ્થ ભાઈબહેનેમાં એક ક્ષણમાત્ર પણ કુસંપ રહેવા પામે ખરો ?
૭. સાધમ પણાનું ખરું સગપણ યથાર્થ સમજીને તેને આદર કરાય તે આજકાલ વ્યાપી રહેલી કંગાળીયત દૂર થતાં કેટલી વાર લાગે ?
૮. સમ્યજ્ઞાન અને વિવેકના અભાવે ત્યાગી લેખાતાં માર્ગમાં તેમજ ગૃહસ્થ-ઉપાસક વર્ગમાં સ્વતંત્રતાના મિષથી