________________
લેખ સંગ્રહ : ૭ :
૧૨. આપણે આરોગ્ય અને સ્વાસ્થનું ઉચ્ચ શિય આપણા મન:ચક્ષુઓ સામે રાખવું જોઈએ.
૧૩. જે તું બીજાઓ પ્રત્યે ભલે હોય છે તે તારી જાત પ્રત્યે તેથી પણ વિશેષ ભલે હોય છે. , ૧૪. બીજાઓના દોષ તરફ જોશો નહિ, તેમનામાં દોષ જણાય તો પણ તે તરફ દુર્લક્ષ કરજે.
૧૫. ઉદારતા આપીને શ્રીમંત થાય છે ત્યારે લેભ સંગ્રહ કરીને ગરીબ (દીન-દુઃખી) બને છે.
૧૬. ઉદાર મનુષ્ય લાંબા સમય સુધી સંકટ સહન કરે છે તો પણ તેટલે જ ઉદાર રહે છે.
૧૭. ધાર્મિક મનુષ્યના મુકુટમાં ઉદારતા એ સૌથી વિશેષ પ્રકાશિત હરે છે.
૧૮. પ્રત્યેક મનુષ્યમાં થોડી ઘણી દુર્બળતા તે અવશ્ય હોય છે જ પરંતુ તે માફ કરવી જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં કેટલીક વિચિત્રતા હોય છે પરંતુ આપણે નિભાવી લેવી જોઈએ. પ્રત્યેક મનુષ્યને કેટલીક વસ્તુઓ પ્રત્યે તિરસ્કાર હોય છે તેની પણ આપણે ઉપેક્ષા કરવી જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં કેટલીક નિર્દોષ ટેવ હોય છે પરંતુ આપણે તે સહન કરી લેવી જોઈએ. પ્રત્યેક મનુષ્યના કેટલાક નિશ્ચિત મતો હોય છે તે પ્રત્યે માનની નજરે જોવું જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં કેટલીક ખાસ લાગણીઓ અને મૃદુ ભાવનાઓ હોય છે પરંતુ આપણે તેને આદર કરવો જોઈએ. દોષમાત્રની ઉપેક્ષા કરી ગુણ માત્ર હંસની માફક ગ્રહણ કરવા જોઈએ.