________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૧૩ ] : (૨૦) માણસ રસને સારુ નહીં પણ શરીર નભાવવા સારુ જ ખાય ત્યારે જ તે સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય.
(૨૧) જેનું મન સંયમ પ્રતિ જઈ રહ્યું છે તેને ખારાકની મર્યાદા અને નિરાહાર બહુ મદદ કરનારા છે, તેની મદદ વગર મનની નિર્વિકારતા અસંભવિત જણાય છે.
(૨૨) લકિક સંબંધ કરતાં આધ્યાત્મિક વધારે કિંમતી છે. આધ્યાત્મિક વિનાને કિક સંબંધ પ્રાણ વિનાના દેહ સમાન છે.
(૨૩) મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જે નમ્રતાનિરભિમાનતા ન હોય તો તે મુમુક્ષુ નથી, સેવક નથી, તે સ્વાથી અને અહંકારી છે.
(૨૪) આત્મશુદ્ધિ વગર જીવ માત્રની સાથે ઐકય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસં. ભવિત છે. અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.
(૨૫) શુદ્ધિનો માર્ગ વિકટ છે. શુદ્ધ થવું એટલે મનથી, વચનથી અને કાયાથી નિર્વિકાર થવું.
(૨૬) મનના વિચારોને જીતવા એ જગતને જીતવા કરતાં યે કઠીન છે.
(૨૭) અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. નમ્રતા વગર મુક્તિ કેઈ કાળે થવાની નથી એ અનુભવસિદ્ધ વાત છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૫૬ ]