________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૧૧ ] અમૃતમય વચન. (૧) આપણામાં એવો વહેમ છે કે પહેલાં પાંચ વર્ષ બાળકને કેળવણું પામવાપણું હેતું નથી. ખરી વાત એ છે કે પહેલાં પાંચ વર્ષમાં બાળક જે પામે છે તે પછી પામતું જ નથી. બાળકની કેળવણી માતાના ઉદરથી જ શરૂ થાય છે એમ હું અનુભવથી કહી શકું છું.
(૨) જ્યાં જ્યાં ઉદારતા, સહિષ્ણુતા અને સત્ય છે ત્યાં ભેદ પણ લાભદાયક નીવડે છે.
(૩) સામા પક્ષને ન્યાય આપીને આપણે ન્યાય વહેલે મેળવીએ છીએ.
(૪) વડીલોની આજ્ઞાનું પાલન કરવું–તેઓ કહે તેમ કરવું, કરે તેના કાજી આપણે ન બનવું જોઈએ.
(૫) સાચું બોલનારે અને સાચું કરનારે પણ ગાફેલ ન રહેવું જોઈએ.
(૬) સ્વાદનું ખરું સ્થાન જીભ નથી પણ મન છે.
(૭) જે વસ્તુ જાહેરમાં ન કરાય તે છૂપી રીતે કરવા માટે પણ મારું મન કબૂલ નથી કરતું
(૮) સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી પણ આપણે ખાઈએ પાઈયે છીએ, ચાલીએ છીએ, બેસીએ છીએ એ બધું જેટલું સાચું છે તેના કરતાં તે વધારે સાચી વસ્તુ છે. તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે.
(૯) વ્રત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે. (૧૦) બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તે જીભ ઉપર