________________
{ ૧૧૦ ].
શ્રી કરવિજયજી ઔષધબેસજ અને વસ્ત્રાદિક, પિતે સામાન્ય સ્થિતિને હોય, બહુ ધનાઢ્ય ન હોય તે પણ ડામાંથી થોડું પણ દેવાને અવશ્ય ભાવ રાખે.
૧૨. સંવછરી, ચઉમાસી અને અઠ્ઠાઈ વિગેરે પર્વદિવસોમાં જિનવર પૂજા તથા તપજપ કરવામાં સારી રીતે ઉજમાળ રહે.
૧૩. સાધુ તથા ચેત્ય (જિન-પ્રતિમા ) સાથે શત્રુભાવ રાખનારને તથા તેના અવર્ણવાદ બેલનારને તથા જૈન શાસનનું
અહિત કરનારને પોતાની સર્વ શક્તિથી નિવારે, શાસનની કઈ રીતે હેલના થવા દે નહીં.
૧૪. જીવહિંસા, અસત્ય ભાષણ, ચેરી અને પરસ્ત્રીગમનનો સુશ્રાવક સર્વદા ત્યાગ કરે, અવ્રતીપણે રહેવાનું પસંદ ન જ કરે.
૧૫. અનંતી તૃષ્ણાને વધારનાર અપરિમિત પરિગ્રહ છે એમ સમજી તેને પરિહાર કરે કે તે બહુ દેષકારી તથા નરકાદિક દુર્ગતિનું મૂળ છે.
૧૬. દુર્જનોની સંગતિ તજીને સુશ્રાવક સત્સંગતિને સદાય આદરે, પરનિન્દાને પરિહાર કરે અને સર્વજ્ઞદેશિત શુદ્ધ નિષ્કષાય ધર્મને આદર કરે. રાગદ્વેષને તજી સમતા ભાવને સ્વીકાર કરે.
૧૭. એ રીતે જે શ્રાવકે ત૫ નિયમ અને શીલાદિક સદગુણે સહિત હોય તેમને સ્વર્ગ અને મેક્ષનાં સુખ પ્રાપ્ત થવાં દુર્લભ નથી.
[જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨પર ]