________________
[ ૧૧૪ ]
શ્રી કપૂરવિજયજી
ઉપદેશક વાક્યા.
૧. નિશ્ચય કરેા એટલે તમે મુક્ત થશેા.
૨. આપણી ભાષામાં વપરાતાં ટૂંકા શબ્દો ‘હા’ અને ‘ના’ સાથી વિશેષ જોખમદારીભરેલા છે. એનુ રહસ્ય અનુભવગમ્ય છે. ૩. મનુષ્યે પેાતાના કાર્યના સ્વામી બનવું જોઇએ, એવું નિશ્ચયબળ કેળવવું જોઇએ.
૪. એક મહાન્ ઉદ્દેશ સાધવાની મંગળકામના એ જ સાંદર્ય તથા સુખ છે.
૫. પૂર્ણ વિશ્વાસ મનુષ્યને ઉપહાસથી અલગ-પર રાખે છે. ૬. હિંમત ધારણ કર અને પસઢ કરેલા માર્ગોથી લેશ પણ ચલિત થાવ નહિ, કારણ કે સહનશીલતામાંથી જન્મેલી સફળતા અંતે તારે પડખે જ ઊભી રહેશે.
૭. તમે જે કાર્યો ઉત્તમાત્તમ રીતે કરી શકતા હૈા તેને જ તમારું ખળ, તમારા ઉત્સાહ, તમારું સર્વસ્વ અર્પણ કરી. ૮. બળવાન ઇચ્છાશક્તિના ગુપ્ત ભેદ્દે કાણું જાણું છે ?
આરાગ્ય એ શારીરિક પવિત્રતા છે.
૯. ઉત્તમ મન શરીરને પણ ઉત્તમ મનાવે છે. વીરતા એ એક જાતની આષધી છે. મનની ઉદાત્તતા મલમ કરતાં પણ અતિ સારી રીતે શ્વાને રૂઝવે છે.
૧૦. દૃઢ અને પ્રમળ ઇચ્છાશક્તિ આરાગ્ય અને સફળતા મેળવવામાં ભારે સહાય કરે છે.
૧૧. માણુસ પેાતાના મનમાં જેવા વિચાર કરે છે તેવા જ તે થાય છે.