________________
[ ૯૮ ]
શ્રી કપૂરવિજયજી
અજ્ઞાન કહેવા ચેાગ્ય છે. અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવુ તે છે.
૧૦. ઉચિત ક્રિયાના અનાદર કરીને એકાન્ત જ્ઞાનને સાક્ષસાધક માને તેને મિથ્યાત્વી કહ્યા છે, તેમ સમ્યગજ્ઞાનના અનાદર કરી એકાંત ક્રિયાને મેાક્ષસાધક માને તેને પણ મિથ્યાત્વી કહ્યા છે.
૧૧. જ્ઞાન-દન-ચારિત્ર અને તપ એ ચાર કારણ મેાક્ષનાં કહ્યાં છે તે સંયુક્તમળે, અવિધપણે પ્રાપ્ત થશે, સર્વ કિલષ્ટ કર્મોના સથા અંત કરી મેાક્ષદાયક બને છે.
૧૨. ભાવ-અધ્યાત્મની શૈલી-વસ્તુતત્ત્વ યથાર્થ સમજાયે પરભાવથી આત્યન્તિક નિવૃત્તિ કરવી તે ખરા અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી પરભાવથી નિવૃત્તિ થવા પામે તેટલા ખરા અધ્યાત્મ-માર્ગના સત્ય અંશ છે.
૧૩. ‘પુદ્ગલસેં રાતા રહે ’–પુદ્ગલ( પરભાવ )માં રક્તપણું( આસક્તિ ) તે મિથ્યાત્વ ભાવ છે. અંતરાત્મપણે પરમાત્મ સ્વરૂપ ધ્યાવે—વીતરાગ ભાવ ભજે તા તે આત્મા પરમાત્મા થાય. [ જૈ. . પ્ર. પુ. ૫૩, પૃ. ૨૪૧ ]
સુભાષિત વચના,
૧. પ્રાણાન્તે પણુ અકબ્ય ન જ કરવું અને હિત કર્તવ્ય કરવું.
૨. કરેલું શુભાશુભ કર્મ અવશ્ય ભાગવવાનું છે એમ સમજવું. ૩. પરના ઈંગિત આકાર ઉપરથી બુદ્ધિશાળી હૃદયગત ભાવને જાણી જાય છે.