________________
લેખ સંગ્રહ : ૭:
[ 9 ] દર્શનને પૂર્વાપર અવિરોધી પ્રતીત કર્યું હતું એ સૂક્ષ્મ અવલેકિનથી જણાશે. - પ. વર્તમાન કાળમાં ક્ષયરેગ વિશેષ વૃદ્ધિ પામે છે અને પામતે જાય છે એનું મુખ્ય કારણ બ્રહ્મચર્ય—પાલનની ખામી, આળસ-નિરુદ્યમતા અને વિષયાદિકની આસક્તિ છે. ક્ષયરેગ-નિવારણને મુખ્ય ઉપાય બ્રહ્મચર્ય સેવન, શુદ્ધ સાત્વિક આહારપાન અને નિયમિત વર્તન છે.
૬. યથાર્થ જ્ઞાન–દશા, સમ્યકત્વ-દશા અને ઉપશમ–દશા (ત્યાગ–વૈરાગ્ય-કષાયજય ) તે તો જે ખરા મુમુક્ષુ જીવ સપુરુષના સમાગમમાં આવે તે જાણે-જાણી શકે.
૭. જેમના ઉપદેશે તેવી ઉત્તમ દશાના અંશે પ્રગટે તેમની પોતાની દિશામાં તે તે ગુણે કેવા ઉત્કૃષ્ટપણે રહેલા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે. અને એકાન્ત નયાત્મક અસંગત_કપિલકઢિપત–મિથ્યા આગ્રહભર્યો જેમનો ઉપદેશ હોય તેનામાં તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવિત નથી. પુરુષ–જ્ઞાની મહાશયની વાણી સર્વ નયાત્મક વતે છે.
૮. તથારૂપ પ્રત્યક્ષ સદ્દગુરુગે અથવા કઈ પૂર્વના દઢ આરાધનથી જિનાજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય અને યથાર્થ આરાધાય તે મોક્ષ પ્રાપ્ત થાય એમાં સંદેહ નથી.
૯. જ્ઞાન–પ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણીને પ્રત્યાખ્યાન-પ્રજ્ઞાએ પચ્ચખે તેમને પંડિત કહ્યા છે તે યથાર્થ છે. જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેને મેહ ઉપશમ અથવા ક્ષય ન થયે તે જ્ઞાન