________________
લેખ સંગ્રહ : ૭ :
[ · ] ૧૨. સ્વ–સ્વરૂપને ત્યાગ કરનારને અગ્ય હેવાથી મૂળ દ્રવ્ય છે.
૧૩. સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિક દોષને સંપૂર્ણ ક્ષય હોય ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટે છે.
૧૪. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે.
૧૫. સર્વ દર્શનની શિક્ષા કરતાં શ્રીજિનની કહેલી બંધમોક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ–અબાધિત ભાસે છે તેટલી બીજાં દર્શનની પ્રતિભાસતી નથી, અને જે અવિકળઅબાધિત શિક્ષા છે તે જ પ્રમાણસિદ્ધ છે.
૧૬. અન્ય સર્વ દર્શનમાં માનવા માત્રથી અવિકળતા ન કરે, જેનું પ્રમાણ વડે અવિકલપણું હોય તે જ અવિકળ કરે.
૧૭. સિદ્ધ આત્મા કાકપ્રકાશક છે પણ કાલેકવ્યાપક નથી. વ્યાપક તે સ્વશરીરની અવગાહના પ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તે શરીરના ત્રીજા ભાગે ઊણ તેના આત્મપ્રદેશને ઘન થાય છે એટલે આત્મદ્રવ્ય લેાકાલેકવ્યાપક નથી પણ કાલેકપ્રકાશક એટલે કલેકજ્ઞાયક છે. લોકાલોક પ્રત્યે આત્મા જ નથી અને કાલોક કંઈ આત્મામાં આવતાં નથી. સવે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે તેમ છતાં આત્માને તેનું જ્ઞાન-દર્શન થાય છે.
૧૮. આત્માને અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે એમ કહેવામાં આવે છે.