________________
[ ૪ ]
શ્રી કપૂરવિજયજી
૩. કાઇ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં; સ્વપણાના ત્યાગ કરી શકે નહીં.
૪. પ્રત્યેક દ્રવ્ય ( દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે.
૫. જે ચેતન છે તે કેાઈ દિવસ અચેતન થાય નહીં, જે અચેતન છે તે કોઈ દિવસ ચેતન થાય નહીં.
૬. જો આ જીવ ( રાગ-દ્વેષાદ્રિ ) વિભાવ પરિણામને ક્ષીણ નહીં કરે તા તે આ જ ભવને વિષે પ્રત્યક્ષ દુ:ખ વેઠશે.
૭. જે જે પ્રકારે આત્માએ ચિંતન કર્યુ હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે.
૮. વિષયાત્ત પણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે તે યથાર્થ છે; કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હૈાવાથી, પેાતાનું પણ અનિત્યપણું ભાસે છે.
૯. વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિન્તન કરનારને આત્મા શૂન્ય લાગે છે. અનિત્યપણું ચિન્તન કરનારને અનિત્ય લાગે છે. નિત્યપણું ચિન્તન કરનારને નિત્ય લાગે છે.
૧૦. ચેતનની ઉત્પત્તિના કઇપણ સંચામા દેખાતા નથી તેથી ચેતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાને કંઈ અનુભવ થતા નથી માટે અવિનાશી છે. નિત્ય અનુભવસ્વરૂપ હાવાથી નિત્ય છે.
૧૧. સમયે સમયે પરિણામાન્તર પામવાથી ચૈતન અનિત્ય છે.