________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭ ] એવા કેળવવા કે શિષ્ય કે પુત્ર પિતાથી પણ આગળ વધી જાય તેવે વખતે પિતા અને ગુરુને પ્રમોદ થાય.
૩. ધર્મ, નીતિ અને પ્રામાણિક્તાથી વર્તનાર પુરુષને જય થયા વગર રહેતું જ નથી તેથી ગમે તેવા વિકટ પ્રસંગે પણ ધીરજ રાખી ધર્મ, નીતિ અને પ્રામાણિકતાને વળગી રહેવા સફળ પ્રયત્ન સેવ.
૪. પૂર્વ કર્મના યોગથી યુધિષ્ઠિર પ્રમુખ અનેકાનેક આપત્તિઓના જોક્તા થયા હતા. તેમ છતાં આખરે તેમની પવિત્ર મનવૃત્તિ અને સદાચરણથી તે તે આપત્તિઓને પાર ઉતરી સુખી થયા હતા. એવા ઉત્તમ દષ્ટાન્ત વાંચી, સાંભળી સુજ્ઞ. જાએ અહિતમાર્ગ ત્યજી હિતમાર્ગને જ સ્વીકાર કરે.
૫ પુન્યચરિત્ર પુરુષના પવિત્ર ચરિત્રો વાંચવાથી કે સાંભળવાથી તેમના જીવનમાંથી સત્ય, દઢતા, ટેક, સાહસ, પૈય, હિંમત પ્રમુખ ઉત્તમ ગુણે તરી આવે છે અને એવા જ ગુણેને ચકકસ અભ્યાસ–આદર કરાય તે આપણામાં એવા જ ગુણે. પ્રગટ થાય છે. (થવા પામે છે.)
૬. ભીષ્મ પિતાનું અદ્દભુત ચરિત્ર ખાસ મનન કરવા જેવું. છે. પિતાના ઋણમાંથી કઈ અંશે મુકત થવા માટે તેમનું ઈચ્છિત સાધવા બ્રહ્મચર્ય જેવું અતિ આકરું વ્રત આખી જિંદગી સુધી પાળવા પોતે પ્રતિજ્ઞા કરી તેને સારી રીતે. દીપાવી હતી. શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું અખંડ પાલન કરવાથી પોતાનામાં બળબુદ્ધિ અને વીર્ય ઉલ્લાસની કેટલી બધી વૃદ્ધિ થવા પામે છે અને તેને સ્વપર કયાણાર્થે કે ઉપયોગ થઈ શકે છે તે એમાંથી શીખવા યોગ્ય છે.