________________
[ ૧૦૦ ]
શ્રી કપૂરવિજયજી
અધમાધમ તે તેના વગર વિચાયે કાલાહલ કરવા માંડે છે. ઉત્તમ મતિવંત જીવે પેાતાની પાત્રતા ટકાવી રાખવા અને બીજાઓએ એવી પાત્રતા પ્રાપ્ત કરવા અને એટલેા પ્રયત્ન કરવા.
૧૩. સ્વગુણુ કે પરદેષ કહેવાને, પરની યાચના કરવાને તેમજ યાચકજનને ના કહેવાને ઉત્તમ મનુષ્યની જીભ ઉપડતી નથી.
૧૪. માતાપિતાર્દિક વિડલાને જે તીર્થ યાત્રાનુ ફળ મળે છે, તેથી સદાય સુજ્ઞનું ક`ભ્ય છે.
નમસ્કાર કરે છે તેને નમસ્કાર કરવા એ જ
૧૫. પશુઓને સ્તન્યપાન સુધી માતાના સંબંધ હાય છે, અધમેાને સ્રીપ્રાપ્તિ સુધી, મધ્યમ જનાને ગૃહકાર્ય ચલાવતા સુધી અને ઉત્તમ જનાને તેા જિવત સુધી તી જેવા પૂજ્ય
સબંધ હાય છે.
૧૬. મૈત્રીના છ લક્ષણા કહ્યાં છે. તેને વસ્તુ આપવી અને તેની પાસેથી લેવી. ગુદા વાત કહેવી અને સાંભળવી તથા તેને ત્યાં જમવુ અને પાતે તેને જમાડવા.
૧૭. કામી વિષયલેલુપ્ત જીવની શાસ્ત્રમાં દશ દશા વર્ણવી છે. પહેલીમાં કામ–ચિન્તા, બીજીમાં સંગમ કરવાની સ્પૃહા, ત્રીજીમાં નિસાસા, ચેાથીમાં કામજ્વર, પાંચમીમાં શરીરે દાહ, છઠ્ઠીમાં ભાજન ઉપ૨ અરુચિ, સાતમીમાં માથું ફરી જઇ મૂર્છા આવવી, આઠમીમાં :પ્રબળ ઉન્માદ, નવમીમાં પ્રાણ રહેશે કે નહીં એવા સ ંદેહ અને દશમીમાં પ્રાણુને સર્વથા વિયેાગ.
૧૮. ઉત્તમ જનની સગતિથી અને જ્ઞાની–સાચા જ્ઞાનીના સુભાગ્યે સમાગમથી થતા લાભ અને સ્વવીય રક્ષાથી થતા અગણિત લાભ અને મૂર્ખાઇભરી રીતે તેની હાનિ કરવાથી