________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૦૩ ] ૧૮. એ સંબંધી બેધદાયક સંવાદ ઉપમિતિ ભવપ્રપંચા કથા તથા આત્મવિકાસ અને મેહપરાજય જેવા ભાષાગ્રંથથી ઉપલબ્ધ થઈ શકે છે, એથી આત્માનું સારું ભાન થઈ શકે છે.
૧૯. શ્રી ઉમાસ્વાતિ વાચકકૃત પ્રશમરતિ ગ્રંથનું ભાષાંતર મનનપૂર્વક વાંચી તેમાંને સાર સમજી જે જીવનમાં ઉતારાય તો તે ભારે ઉપકારક બને.
૨૦. શ્રીમાન્ યશોવિજયજી વાચકકૃત ૧૨૫–૧૫૦ અને ૩૫૦ ગાથાના સ્તવને જે પ્રેમથી અવગાહી લેવાય તે તેમાંથી પણ ઠીક તત્ત્વબેધ મળતાં શ્રદ્ધા દઢ ને નિર્મળ થવા પામે છે.
૨૧. આત્માથી ભાઈ-બહેનોએ અમુક વખત ખાસ બેધદાયક ગ્રંથને સ્વાધ્યાય કરવા નિશ્ચય કરે, જેથી તેમાંથી અપૂર્વ રસભર્યો બોધ મળતાં જીવનમાં ઉલ્લાસ વધવા પામશે.
૨૨. જેમ સોનાની પરીક્ષા કષ-છેદ-તાપાદિકવડે કરાય છે તેમ ધર્મની તેનાં હિતવચનથી, તેને અનુભવ કરવાથી, તેના તપપ્રભાવ, દયા તથા ગાંભીર્યાદિક ગુણેથી થઈ શકે છે.
૨૩. ગમે તેવું સુંદર હિતરૂપ શાસ્ત્રવચન નવું વાંચવા સાંભળવા માત્રથી નહીં પણ તેને દઢ શ્રદ્ધાથી યથાશક્તિ સ્વજીવનમાં ઉતારી લેવાથી તેની સાર્થકતા થઈ શકે છે.
૨૪. તેથી જ આત્માથી જનોને ટૂંકમાં પણ કહેવામાં આવેલ છે કે જે બુદ્ધિબળ, વચનબળ, કાયબળ ને ધન–બળ ભાગ્યવશાત્ સાંપડેલ હોય તેને જેમ લાભ લેવાય તેમ લઈ લેવા ચકવું નહીં.
૨૫. માનવ ભવાદિકની દુર્લભતા ઠીક સમજાય તેને સ્વપરહિત કરી લેવા અંતરપ્રેરણા થવી ઘટે.