________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૩ ] સ્મૃતિમાં રાખવા યોગ્ય વાકયો ૧. જે મનુષ્ય પુરુષનાં ચરિત્ર રહસ્યને પામે છે તે પરમપદ પામી શકે છે.
૨. ચંચળ-અવ્યવસ્થિત ચિત્ત એ સર્વ વિષમ દુઃખનાં મૂળરૂપ છે.
૩. ઘણુઓ સાથે મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ સમાન દુઃખ દે છે.
૪. સમસ્વભાવી(આત્માથીઓ)નું મળવું એને જ્ઞાનીઓ એકાન્ત કહે છે.
૫. ઇંદ્રિયે તમને જીતે ને સુખ માને તે કરતાં તેને જીતવાથી જ તમે સુખ, આનંદ અને પરમપદ પામી શકશે. (સ્વાનુભવથી તેની ખાત્રી થઈ શકશે.)
૬. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. (રાગ જ સંસારનું મૂળ છે. )
૭. યુવાનવયમાં કરેલે સર્વસંગપરિત્યાગ પરમપદને પમાડી શકે છે.
૮. અતીન્દ્રિય સ્વરૂપ પરમાત્મ ભાવના ધ્યાન-વિચારમાં પહોંચવું ઘટે.
૯. ગુણીના ગુણમાં અનુરક્ત બને–પંચ પરમેષ્ઠીના ધ્યાનમાં રક્ત બને.
મને નિગ્રહમાં આવતાં વિને ૧ આળસ, ૨ અનિયમિત ઊંઘ, ૩ વિશેષ આહાર (લેલુ પતા), ૪ ઉન્માદ પ્રકૃતિ, ૫ માયા-પ્રપંચ, ૬ અનિયમિત કામ કરવાની ટેવ, ૭ ક્ષુદ્ર વિલાસ, ૮ માન–અહંકાર, ૯