________________
[ ૮૪]
શ્રી કપૂરવિજયજી ૯. સપુરુષ એ જ કહેવાય કે નિશદિન જેના આત્માને ઉપગ જાગૃત રહે છે.
૧૦. આત્માર્પણ કર્યા વગર જીવન કેઈ કાળે છૂટકારો થનાર નથી.
૧૧. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપગે, સમતાભાવે નિભાવજે.
૧૨. બીજા તારું કેમ માનતાં નથી એવો પ્રશ્ન (વિચાર ) તારા અંતરમાં ન ઊગે.
૧૩. બીજા તારું માને છે, એ ઘણું યોગ્ય છે એવું સમરણ તને ન થાઓ.
૧૪. જીવન છે તે એ જ વૃત્તિએ પૂર્ણ છે. ગ્રહવાસમાં હે પણ તેમાં જ લક્ષ હો.
૧૫. નિરંતર સમાધિભાવમાં રહો. નિરંતર આત્મદર્શનમાં સ્થિર થાઓ.
- ૧૬. પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે.
૧૭. અનાદિ કાળનું પરિભ્રમણ હવે સમાપતાને પામે એવી જિજ્ઞાસા કલ્યાણરૂપ છે.
૧૮. એવી ઈચ્છિત જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે.
૧૦ આત્મ-શાન્તિમાં પ્રવૃત્તો, ગ્યતા મેળવે, પાત્રતા માટે અધિક પ્રયાસ કરે.
૨૦. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલાં અને આવવાનાં કષાયને સમા.