________________
લેખ સંગ્રહ : ૭ ?
[ ૮૫ ] ૨૧. સર્વ પ્રકારની અભિલાષા નિવૃત્ત કરતા રહે.
૨૨. કેઈ એક સપુરુષને શોધે અને તેના વચનમાં પૂર્ણ શ્રદ્ધા–વિશ્વાસ રાખે.
૨૩. જેટલી ઉતાવળ એટલી કચાશ અને જેટલી કચાશ એટલી ખટાશ સમજે.
ર૪. તીર્થકર દેવે રાગ કરવાની ના કહી છે કારણ કે રાગ હોય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત નથી.
૨૫. સંસારમાં રહેવું અને મુક્ત થવા કહેવું એ અસુલભ બનાવ લેખાય.
૨૬. ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે, માટે સર્વ માયિક વાસના ટળવી ઘટે.
૨૭. મોક્ષને માર્ગ બહાર નથી પણ આત્મામાં છે, એ રહસ્યમય વાકય છે.
૨૮. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ કયાંથી હોય?
૨૯. સત્પરુષનાં દઢ આલંબનથી ખરું શુદ્ધ રહસ્ય પામવું શક્ય છે.
૩૦. સત્પરુષનાં એકેક વાકયમાં અને એકેક શબ્દમાં અનંત રહસ્ય રહેલું છે.
૩૧. હવે તમને એગ્ય લાગે તેમ કરે. અતિ ઉતાવળ કરવી ઘટે નહિ.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૪૧૪]