________________
૪) કિલ-મનિવડે છે, એ આ શિવ
તાં
[ ૮૬ ]
શ્રી કપૂરવિજયજી હિતદાયક બેધ. (૧) ઉત્તમ પુરુષ જ્યાં (ઉચિત કાર્ય) આરંભ કરે ત્યાં (તેના પ્રબળ ભાગ્યાગે) નવનિધિ પ્રાપ્ત થાય છે. | (૨) ઉત્તમ મનુષ્ય પોતાનાં ગુણવડે જ ઓળખાવું જોઈએ. (ગુણાતિશય કયાંય ઢાંક રહેતા જ નથી.)
(૩) ગુણ વિનાના પુત્ર (પુત્રી) હોય તે ન લેવાં બરાબર છે. (તેમને પૂરા કેળવવા વડીલોએ ઘણી દરકાર રાખવી.)
(૪) કિલષ્ટ-મલિન પરિણામથી કરેલી કે થયેલી હિંસા પરિણામે મહાઅનર્થકારી નીવડે છે, એ શાસ્ત્રવચન પ્રમાણ કરવા ગ્ય છે. લોહીથી ખરડાયેલું વસ્ત્ર લોહીવડે ધોતાં કદાપિ–ગમે તેટલી મહેનતે પણ–સારું થઈ શકવાનું નથી.
(૫) એમ સમજી શાણા ભાઈ–બહેનેએ એવી અનર્થ. કારી હિંસાથી ખૂબ કાળજીપૂર્વક વિરમવું. સહુ જીવોને સ્વઆત્મવત્ લેખવા.
(૬) ઉત્તમ માતપિતા પુત્ર-પુત્રીને પરદેશગમન પ્રસંગે (વળાવતી વેળાએ) સદા યાદ રાખવા ગ્ય અમૂલ્ય શિખામણ આપે છે.
(૭) શુદ્ધ દેવ, ગુરુ તથા સંઘ-સાધર્મિક જનનું શુદ્ધ પ્રેમથી બની શકે તેટલું સેવન કરવું, વિરાધન તો ન જ કરવું.
(૮) ભાવ ચિન્તામણિ સમાન તેમની સેવા-ભક્તિ શુદ્ધ શ્રદ્ધાથી કરી સતી ઉત્તમ ફળદાયક નીવડે છે.
(૯) સદગુણ સજજને સ્વમુખે સ્વપ્રશંસા કરતા નથી. તેમના ઉજ્વળ ગુણથી આકર્ષાઈ ગુણરાગી જને તેમની પ્રશંસા