________________
લેખ સંગ્રહ : ૭:
[ ૯૧ ] વચન સર્વ સ્થળે એ જ ઉપદેશ છે કે–“સંસાર એકાન્ત અને અનંત શોકમય તેમ જ દુઃખથી ભરેલું છે, માટે અહીં ભવ્ય જન ! એમાં મધુરી મોહની ન આણતાં એનાથી નિવૃત્ત થાઓ! નિવૃત્ત થાઓ !” ભગવાન મહાવીરને એક સમય માત્ર પણ પ્રમાદમાં રહેવાને ઉપદેશ નથી. એમનાં સઘળાં પ્રવચનમાં એમણે એ જ પ્રદર્શિત કર્યું છે તેમ તેને સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. ઉત્તમ પ્રકારની સકળ ભેગ-સામગ્રી સ્વાધીન છતાં તેના ઉપરની મોહિનીને ઉતારી દઈ જ્ઞાનદર્શનચારિત્રપરાયણ થઈ, એમણે સિંહની જેમ નિજ પરાક્રમ દાખવી જે અભૂતતા દર્શાવી છે તે અનુપમ છે.
( [ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૮૨]
सदुपदेश ૧. લૈકિક ભાવ છોડી દઈ, વાચા-જ્ઞાન તજી દઈ, કપિત વિધિ-નિષેધ તજી દઈ, જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માથે પ્રવર્તે એટલે-“તામસીવૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી શાળ રે” એવા શાન્તાત્માનું અવશ્ય કલ્યાણ થાય છે. -
૨. નિજ કપલકલ્પનાએ જ્ઞાન-દર્શન–ચારિત્રાદિકનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને, અથવા નિશ્ચયાત્મક બેલો શિખી લઈને સદ્વ્યવહાર લેવામાં જે પ્રવતે તેના આત્માનું કલ્યાણ થવું શક્ય નથી. અન્યત્ર ઠીક જ કહ્યું છે કે –
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” (આત્મસિદ્ધિશાસ્ત્ર)