________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૮૭ ]. મુક્તકંઠ કરી, તે ગુણની સુવાસના મેર ફેલાવી મહાન પુણ્ય બાંધે છે અથવા કર્મનિર્ભર કરી આત્માને નિર્મળ કરે છે.
(૧૦) જેમ આ ફળસંપત્તિથી ખૂબ નમી પડે છે તેમ ઉત્તમ જને ગુણ-સંપદાની વૃદ્ધિ થતાં અધિક નમ્રતા ધારે છે.
(૧૧) એક સુગુણ પુત્રીને સાસરે વળાવતાં માત-પિતાએ આપેલી હિત-શિખામણને સાર નીચે મુજબ છે –
હે પુત્રી ! પતિને સદાય દેવ કરીને માનજે, હૃદયમાં ક્ષમાં ગુણ ધારજે, સાસુ સસરા, જેઠ-જેઠાણ વિગેરેની લાજમયદા સાચવજે, આળસ-પ્રમાદ તજી ઉચિત આચરણવડે ઉભય કુળને ઉજવળ કરજે, સ્વપતિને પ્રસન્ન રાખજે, પ્રથમ સપરિવાર તેમને જમાડ્યા પછી જમજે, ઢોર-ઢાંખરની બરાબર સંભાળ રાખજે, તેમજ પતિના ઊંધ્યા પછી ઊંઘજે અને વહેલી જાગજે, પ્રભુપૂજા ને ગુરુભક્તિમાં તત્પર રહેજે, પતિવ્રતાને ધર્મ પાળજે, સહુ પરિવાર સાથે નમ્રતા-કોમળતા રાખી ચાલજે-તને શાણીને વધારે શું કહીએ ? અમારી અને તારી શોભામાં વધારો થાય તેમ ડહાપણથી વર્તજે.
(૧૨) સજને સદાય ગમે તેવા સમ-વિષમ સંગોમાં સજજનતા જ દાખવે છે. એવી સજજનતા કેને પ્રિય ન લાગે? (૧૩) શાસ્ત્ર સુભાસિત કાવ્ય રસ, વીણુનાદ વિદ;
ચતુર મળે જો ચતુરને, તો ઉપજે પરમોદ (૧૪) રસિયાને રસિયા મિલે, કેળવતાં ગુણ ગાઠક
હિયે ન માયે રીઝરસ, કહેણી ન આવે છે. (૧૫) ભૂખે મર્મ જાણે નહિ, ચિત્ત નહિ એક ઠેર;
જિહાં તિહાં માથું ઘાલતે, જાણે હરાયું દેર