________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૮૩ ]
હિતકર વચનામૃત.
૧. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થાય છે, પરંતુ સત્પુરુષના ચરણકમળની વિનયેાપાસના વગર તેવું ધ્યાન આત્માને પ્રાપ્ત થઈ શકતું નથી.
૨. આત્માને અનંત ભ્રમણામાંથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણુવા એ કેવું નિરૂપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી અને લખ્યું લખાતુ પણ નથી.
૩. પ્રત્યક્ષ સત્સંગની તેા બલિહારી છે અને તે પુણ્યાનુખંધી પુણ્યનું ફળ છે,
૪. નિગ્રંથ શાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે, તે વગર ત્રીજી સઘળી વૃદ્ધતા નામમાત્ર યા શૂન્ય વૃદ્ધતા છે. સત્પુરુષનું ચરિત્ર એ આદર્શ-દર્પણુ રૂપ છે.
૫. યથા ઉપદેશકારક એવા શ્રી વીતરાગના ઉપદેશમાં
સાવધાન રહેા.
૬. ચેાગ્ય પાત્ર અનેા, ધર્મ એ વસ્તુ ગુપ્ત રહી છે, માહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ આંતર સ ંશાધનથી તે મળે છે અને તે કોઇ મહાભાગ્ય સદ્ગુરુના અનુગ્રહથી મળે છે.
૭. એક ભવના અલ્પ સુખ માટે અનંત ભવનું અનંત દુ:ખ વધારવાનું જ્ઞાની પુરુષા સાવધાનપણે પરિહરે છે, તા પછી આત્મહિતમાં પ્રમાદ કેમ કરવા ઘટે ?
૮. એક સત્પુરુષને શેાધી લઈ તેમનામાં સર્વ ભાવે અર્પિત થઈ જવાય તા ખેડા પાર.