________________
[ ૮૨ ].
શ્રી કરવિજયજી જ નથી. પરમ શાન્તિને ઈચ્છીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે. એ જ ભાવના કર્તવ્ય છે.
૧૪. દેહનું રક્ષણ સંયમ-ધર્મની રક્ષા નિમિત્તે કરાય તે સારું છે.
૧૫. જગતમાં નિરાગીત્વ, વિનયીપણું અને પુરુષની આજ્ઞાનું પાલન એ નહિં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો, પણ નિરુપાયે થયું તે થયું, હવે આપણે ( ખરે માગે) પુરુષાર્થ કર ઉચિત છે.
૧૬. જગતમાં અનેક ઉત્તમ પુરુષ ગુપ્તરૂપે રહ્યા છે તેમના ગુણને યાદ લાવે, તેઓને પવિત્ર સમાગમ કરે અને આમિક લાભવડે જીવન સાર્થક કરો.
૧૭. તન, મન, વચનથી આત્મસ્થિતિ(સમભાવ)ને જાળવશે.
૧૮. ઉદય આવેલાં પ્રાચીન કર્મ સમભાવે ભેગવવાં, નવીન કર્મ ન બંધાય-બંધાતા અટકે એમાં જ આપણું આત્મહિત સમજે.
૧૯ બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહાર સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને સેવતા રહા; જેમ આત્મા ઊંચે આવે તેમ કરો.
૨૦. સમયે સમયે જીવન ખૂટતું જાય છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ તે મોહની પ્રબળતા છે.
૨૧. શાસ્ત્રમાં માર્ગ કહેલ છે; મર્મ કહ્યો નથી. તે મર્મ તે સત્પરુષના અંતરાત્મામાં રહ્યો છે. ધર્મને રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ જ પામ્યા છે, પામે છે અને પામશે.
[જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૪૧૩ ]