________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૫ ] જેમને સ્વભાવ સાચે તેનું સર્વ સાચું-કેવળજ્ઞાનાદિક આત્મલક્ષમી જેમને પ્રગટ થઈ છે તેવા મહાનુભાનાં નામ, સ્થાપના ને દ્રવ્ય પણ આરાધ્ય છે.
લેબી-પણુ-માણસ દાન દેવામાં પૈસા ખર્ચવાથી તે ખૂટી જશે ને નિર્ધનપણું આવશે એવી કુશંકાથી પિસા ઉપર મેહ તજી શકતો નથી, અને પુન્યક્ષયે તેને સંબંધ સ્વાભાવિક છૂટે છે–છોડવો પડે છે ત્યારે હાથ ઘસતે રહે છે ને પરભવમાં સુકૃત કરણ કર્યા વગર લક્ષ્મી પામી શકતો નથી. આ ભવમાં પણ પ્રાયે છેલ્લી વખતે પસ્તાવો કરતે-જૂરતે ઝૂરતો આયુ દુઃખી સ્થિતિમાં પૂરું કરીને પરભવમાં એવી હલકી ગતિ પામે છે કે જ્યાં કંઈ સારી સુકૃત કરશું કરી શકતો નથી. હાથ આવેલી સારી તક ગુમાવી સ્વચ્છેદે ચાલનારના એવા માઠા હાલ થવા પામે છે, જે સુધરવા મુશ્કેલ છે.
જે દાતાર–લમીની અસ્થિરતા-ક્ષણિકતા સમજી, તેના ઉપરને મેહ તજી તેને સત્પાત્રમાં (સારા ક્ષેત્રમાં ) વિવેકથી દાન દેવામાં સદુપયોગ કરે છે અથવા જબસ્વામી જેવા સપુરુષોની પેઠે તેને સર્વથા ત્યાગ કરી, આત્માની ખરી સંપત્તિને જ પ્રાપ્ત કરી લેવા સાવધાનપણે સંયમમાર્ગ અંગીકાર કરે છે તેવા સભાગી પુન્યશાળી પુરુષ સ્વમાનવભવને સાર્થક કરી પરભવમાં પુન્યાનુબંધી પુન્યવેગે ઊંચી સ્વર્ગાદિ સંપદા પામે છે અથવા સકળ કર્મ–ઉપાધિને સર્વથા અંત કરી, અક્ષય-અવિનાશી મોક્ષસંપત્તિને પ્રાપ્ત કરી શકે છે.
દાનાદિકનું ફળ પરિણામ-દાનવડે ધનપ્રાપ્તિ થાય છે, શીલવડે સુખસંપદા મળે છે, તપવડે કર્મક્ષય થવા પામે છે ત્યારે સદ્દભાવના ભવદુઃખને અંત કરી શકે છે.