________________
[ ૭૬ ]
શ્રી કપૂરવિજયજી આગ્રહી અને મધ્યસ્થ–કદાગ્રહી પિતાના મત પ્રમાણે યુક્તિને ખેંચી જાય છે ત્યારે મધ્યસ્થ-નિષ્પક્ષપાતી સયુક્તિ અનુસાર સ્વમતિને દોરવતો રહે છે.
અપમાન-તિરસ્કાર થયા છતાં–કાગ, દુર્જન અને મૃગ સ્થાન મૂકતાં નથી ત્યારે સિંહ, પુરુષ અને હાથીએ અપમાન થતાં સ્થાન તજી ચાલ્યા જાય છે.
ઉત્તમાદિની ઓળખાણ–ઉત્તમ જને સ્વગુણવડે, મધ્યમે પિતાના ગુણવડે, અધમે મશાળના ગુણો વડે અને અધમાધમ શ્વસુરના ગુણવડે પ્રસિદ્ધિ પામે છે.
જાતિવિશેષતા–સ્ત્રી જાતિમાં દાંભિકપણું વિશેષ, વણિક જાતિમાં ડરપોક્તા-બીક વિશેષ, ક્ષત્રિય જાતિમાં રોષ વિશેષ અને બ્રાહ્મણ જાતિમાં લભ વિશેષ હોય છે.
સાક્ષરે સાથે વિરુદ્ધતા–વિદ્વાને સાથે ખાસ કરીને વિરોધ ઉપજાવવો નહીં. જે તેઓ વિપરીત થયા તો પૂરા રાક્ષસે જેવા અનર્થકારક નીવડે છે, તેથી તેમને તેડવા નહીં.
મૃત્યુના ચાર દ્વાર–અનુચિત કામને આરંભ, સ્વજને સાથે વિરોધ, બળિયા સાથે બાથ અને સ્ત્રીઓમાં વિશ્વાસ–એ ચાર મૃત્યુના માર્ગ જાણવા.
દેહાન્ત દુ:ખ–સ્ત્રીવિયેગ, સ્વજનનું અપમાન, લડાઈની ભીતિ–ભય, નિર્ધનતા અને દુર્જનને સંસર્ગ એ વિના અગ્નિએ દેહને બાળી નાખે છે.
સાહસ ન કરે–તપાસ્યા વગર સહસા કામ ન કરવું. જે કરવું તે સારી રીતે તપાસી ડહાપણથી કરવું નહીં તો પાછળથી