________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૭ ] નેળિયાનો નાશ થવાથી બ્રાહ્મણના પેઠે અત્યંત પશ્ચાત્તાપ કરવાનો વખત આવશે, તેથી કદાપિ ઉતાવળા થવું નહીં.
જે રાજા તેવી પ્રજા–ધમરાજાની પ્રજા ધર્મિષ્ટ અને પાપીરાજાની પ્રજા પાપી હોય છે. પ્રાયે પ્રજા રાજાને અનુસરીને વર્તે છે. અથા નાગા તથા પ્રજ્ઞા.
માંસભેગી-માંસભક્ષણમાં લુબ્ધ થયેલા દુર્બુદ્ધિ જનની બુદ્ધિ ડાકણની જેમ દેહધારી મનુષ્ય કે પક્ષીઓને મારી નાખવા પ્રત્યે પ્રવર્તે છે.
કાળે કરી–જેમ ધાન્ય અને ફળ પાકે છે અને અવસ્થા પાકતાં જેમ દેહ પાકે છે–જીર્ણ થાય છે તેમ પાપી પાપવડે પૂરે થાય છે-ક્ષય પામે છે.
ત્રિવિધ મત્ત-મદિરાપાનવડે, ધનના ગર્વવડે, અતિ વિષયાસક્તિવડે જીવ મત્ત બને છે.
કપણે જીવન–છતી લક્ષ્મીને દઈ શકતો નથી તેમજ ભેગવી શકતો નથી, જેમ નપુંસક સ્ત્રીને ફક્ત હસ્તસ્પર્શ કરે છે તેમ તે દ્રવ્ય જોઈ જોઈને રાજી થાય છે.
ગુઢવાત–પ્રાણને પણ ગુપ્ત કે રહસ્યવાળી વાત સ્ત્રી આગળ પ્રકાશવી નહીં.
પાપનું તત્કાળ ફળદુ, દુર્જન, કૂરકમી અને અનાચારી-દુરાચારી પાપીજનેને તેમના પાપનું ફળ તે જ ભાવમાં તત્કાળ મળે છે.
પરોપકાર–પ્રાણના ભેગે પણ પરોપકાર કરે. પરપકારજનિત પુન્ય સેંકડો યજ્ઞ કરતાં વધી જાય છે, તેમજ