________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી વળી તીર્થસ્થાને વડે એવી શુદ્ધિ, બહુ દાન દેવાવડે એવું ફળ અને ઉગ્ર તપસ્યાવડે એ લાભ મળતો નથી કે જે લાભ પપકારવડે મળી શકે છે.
ભાવી કાર્યરેખા–જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે, પર્વતના શિખર પર શિલામાં જે કમળ ઊગીને વિકાસ પામે, જે મેરુપર્વત કંપાયમાન થાય અને અગ્નિ શીતળતા ભજે તે પણું ભાવી કર્મની રેખા ફરતી–મટતી નથી.
ચિંતાવડે–બુદ્ધિ, બળ અને જ્ઞાન નાશ પામે છે અને વ્યાધિ પેદા થાય છે તેથી જ્ઞાનીઓએ ઠીક જ કહ્યું છે કેચિતા ચિતા સમાન. એ બેમાં વિશેષ એટલો છે કેચિતા મૃતક શરીરને બાળે છે ત્યારે ચિન્તા જીવતાને બાળી. ખાખ કરી નાખે છે. ' અર્થ-દ્રવ્ય પ્રથમ પેદા કરવામાં દુઃખ, પેદા કરેલને સાચવવામાં દુઃખ (ઉપાધિ), વળી દ્રવ્ય આવે તે ય દુખ અને જાય તે ય દુ:ખ, તેવા દુઃખદાયક અર્થને ધિક્કાર છે.
વિદ્યા ગ્રહણ–વિનય કરીને અથવા પુષ્કળ ધન આપીને અથવા વિદ્યા માટે વિદ્યા આપવાથી થઈ શકે છે. તેને માટે ચેાથે કોઈ ઉપાય જણાતું નથી, તેમાં પણ વિનયવડે ગુરુને પ્રસન્ન કરીને મેળવેલી વિદ્યા સર્વથી ઉત્તમ લેખાય છે.
જૂગારીનું–મન ઠામ રહેતું નથી તેમજ તેના અર્થ, કામ ને સારાં કાર્ય વિણસે છે. ઉપરાંત મસ્તક અને નામ પણ દર મૂકવાં પડે છે.
વિષયાસક્ત–જીવ હિત–અહિતને વિચારી શકતો નથી તેથી તે અનુચિત આચરણ કરતા રહી, દુખ–અટવીમાં અટ