________________
[ ૭૪ ]
શ્રી કરવિજયજી
મર્યાદા ઉપરાંત કામ, ૧૦ સ્વબડાઈ, ૧૧ તુચ્છ વસ્તુ સાથે પ્રીતિ, ૧૨ રસગારવલુબ્ધતા, ૧૩ અતિ વિષયભેગ, ૧૪ પરનું અનિષ્ટ ચિંતન, ૧૫ કારણ વિના રડ્યા કરવું, ૧૬ ઘણુ સાથે નેહ, ૧૭ અગ્ય સ્થળે જવું, ૧૮ ઉત્તમ નિયમ સાધ્ય કરવામાં પ્રમાદ–સેવન. જ્યાં સુધી આ અઢાર વિન–દે વળગ્યા રહે છે ત્યાં સુધી અઢાર પા૫સ્થાનક છૂટી શકવાના નથી, તે વિદન દે ટળવાથી મનેનિગ્રહ અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. તેની ઉપેક્ષા કરવાથી આત્માનું સાર્થક થઈ શકવાનું નથી. અતિ ભેગને સ્થળે સામાન્ય (અ૫ ભેગત્યાગ) નહીં પણ સર્વગ ત્યાગવત જેણે ધાર્યું છે, તેમજ પૂર્વોક્ત એક પણ દેષનું મૂળ જેના હૃદયમાં રહ્યું નથી તે મહાભાગ્યવાન છે. '
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૪૬]
સુભાષિત-વાક્યો, ખળ-ભુજંગ-અહો ! ખળ-ભુજંગને આ બધો ક્રમ વિચિત્ર છે, તે કઈ એકના કાનને ડસે છે (ભંભેરે છે, ત્યારે બીજે પ્રાણમુક્ત થાય છે-મરે છે.
વિદ્યાપ્રાપ્તિથી વંચિત-અતિ આળસુ, પ્રમાદી, અતિમાની, અનુદ્યોગી, ચળચિત્ત, વિદ્યાગુરુ પ્રત્યે દ્વેષ-તિરસ્કાર રાખનાર, તથા કટાક્ષ કરતી સુંદરમુખી સ્ત્રીનું ચિંતવન કરનારને લોકપ્રસિદ્ધ અને પુરુષોએ સત્કારે વિદ્યાગુણ પ્રાપ્ત થઈ શકતો નથી. વિદ્યાર્થીએ તે તે દોષ જરૂર તજવાની અને સત્પાત્રતા મેળવી વિનયવિવેકાદિ ગુણે ધારણ કરવાની ખાસ જરૂર છે.