________________
[ ૨૦ ]
શ્રી કપૂરવિજયજી - પર્યુષણ પ્રસંગે બોધવચનો
પાંચ પકારને પ્રભાવ–૧ પૂજા, ૨ પચ્ચકખાણ, ૩ પ્રતિક્રમણ, ૪ પૌષધ અને ૫ પાપકાર–એ પાંચે પકારો જેઓ યથાવિધિ સાધે છે તેમને લાંબે વખત સંસારમણ કરવું પડતું નથી. થોડા વખતમાં જ તેઓ જન્મમરણને અંત કરી શકે છે. એ પાંચ પ્રકારની સમજ ભવ્ય જનોએ મેળવી લેવાની જરૂર છે.
૧. પૂજા—પૂજાભક્તિ પ્રસંગે ભાઈબહેનેએ સાત પ્રકારની શુદ્ધિ જાળવવી જોઈએ. (૧) શુદ્ધ દેવગુરુની દ્રવ્ય ભાવથી પૂજા–સેવા-ભક્તિ પિતપિતાની યોગ્યતાનુસાર યથાવિધિ કરનારા ભવ્યજને પોતે જ પૂજનિક થવા પામે છે. શ્રી પંચાશકના શૌચ અધિકારમાં કહ્યું છે કે રેવતતિથિપૂનમ” શુદ્ધ દેવગુરુની પૂજા–ભક્તિ નિમિત્તે જયણાપૂર્વક નિર્જીવ સ્થળે પરિમિત જળથી જેમ શરીરની શુદ્ધિ કરવાનું કહ્યું છે તેમ વળી વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, ભૂમિકાશુદ્ધિ, પૂજો પગરણ શુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને વિધિશુદ્ધિ પણ સાવધાનતાથી આદરવા ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. (૨) વસ્ત્રશુદ્ધિ-દેવગુરુની સેવાભક્તિ કરતી વખતે જેમ વિવેકથી શરીરશુદ્ધિ કરવાનું શાસ્ત્રવચન જણાવ્યું તેમ શરીરશુદ્ધિ કરીને શુદ્ધ ને નિર્દોષ વસ્ત્ર પરિધાન કરવાની પણ જરૂર છે. જેમ મેલા-ગંદા કે ફાટેલાતૂટેલાં વસ્ત્રને પૂજા–ભક્તિ પ્રસંગે નિષેધ છે તેમ જે વસ્ત્રોની બનાવટમાં પશુઓની ચરબી જેવી અસ્પૃશ્ય ચીજની બેશુમાર વપરાશ થાય છે અને જેને માટે લાખો જીવોનો સંહાર થવા પામે છે તેવાં સુતરાઉ કે રેશમી તેમજ ઊન કે શણનાં વસ્ત્રો