________________
લેખ સંગ્રહ : ૭ :
[ ] રાગદ્વેષ મહાદિક દેશમાત્રથી મુક્ત, અતિવિશુદ્ધ, જ્ઞાનાનંદે પૂર્ણ પાવન, સર્વ ઉપાધિ વર્જિત, અતીન્દ્રિય અને ગુણગણના નિધાનરૂપ પરમાત્મા બહિરાત્મભાવ તજી, અંતરાત્મભાવ આદરી, અપ્રમત્તપણે રત્નત્રયીને આરાધતાં પિતે પરમાત્મા થઈ શકે છે.
પ્રશ્ન ૬૪–સાધુ શી રીતે કર્મ ખપાવી સિદ્ધિ વરે છે?
ઉત્તર–પાંચ મહાવ્રતરૂપ સંવરવડે નવીન કર્મબંધ રોકે છે તથા પાંચ પ્રકારના સ્વાધ્યાય (સઝાય) યાને ઉદયગત કર્મ ખપાવે છે–નિષ્ફળ કરે છે તેમજ શુદ્ધ ઉપગે–આત્મધ્યાને સત્તાગત કર્મને શોધી ખમાવે છે, એ રીતે વર્તતાં સિદ્ધિ વરે છે.
પ્રશ્ન ૬૫--યુગપ્રધાન આચાર્યનાં અતિશય કહે.
ઉત્તર–એકાવતારી તે શ્રેષ્ઠ પુરુષના વસ્ત્રોમાં જૂ ન પડે, તેઓ વિચરે ત્યાં અઢી ચેજન સુધીમાં મરકી પ્રમુખ ઉપદ્રવ ન થાય, તેમના ચરણે દકથી રોગો દૂર થાય, એવા અનેક ઉત્તમ અતિશયેવડે અલંકૃત અને ભાવ આચાર્ય યંગ્ય ગુણ સંપદાવડે વિભૂષિત હોય.
[પ્રનેત્તરરત્નસારસંક્ષેપ ] પ્રન ૬૬–ભાવકર્મ, દ્રવ્યકર્મ ને કર્મ કોને કહીએ
ઉત્તર–રાગ, દ્વેષ ને મોહરૂપ આત્માને વિભાવ પરિણામ તે ભાવકર્મ, તેના યેગે જ્ઞાનાવરણયાદિક અષ્ટવિધ કર્મની વર્ગણા બંધાય તે દ્રવ્યકર્મ, તે વર્ગણ દારિક, તેજસ પ્રમુખ પાંચ શરીરપણે પરિણમે તે નોક”. એમાં ન નકારવાચી નથી પણ સાહચર્યવાચી છે, એટલે કે કર્મચારી એવાં પાંચ શરીર.