________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૬૩ ] દૃષ્ટિ ચોથા ગુણઠાણાથી બારમા ગુણઠાણ સુધીના પરમાત્માના માર્ગને પ્રાપ્ત થયેલા જ્ઞાની મહાત્માઓ જાણવા, અને ૪ અઘન દિવસ સમાન, નિર્મળ સૂર્યોદયવાળા દિવસની પેઠે સંપૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા કેવળજ્ઞાની ભગવંતે જાણવા.
પ્રથમ ૭૦--સંસારી જીવને આઠ દષ્ટિ કહી છે તેના નામ કહો.
ઉત્તર--મિત્રા તારા, બલા, દીપ્રા, સ્થિર, કાન્તા, પ્રભા ને પરા––એ આઠ દષ્ટિએમાંથી પહેલી ચાર દષ્ટિ સુધી સમતિ પ્રાપ્ત થયું નથી હોતું, પાંચમી દષ્ટિ સ્થિરામાં સમકિત પ્રગટેલું હોય છે, પછી સમ્યગ બધ પણ વધતો જાય છે.
પ્રકન ૭૧–-આયંબિલ એટલે શું ?
ઉત્તર-ઓસામણના અન્નની જેવા નરમ (ભજન કરતી વખતે કડકડ ભડભડ શબ્દ ન થાય તેવા) અને આર્મ્સ (ખા) ને ઉપલક્ષણથી ષસ વિગય વગરને લૂખો આહાર જેમાં નિયમિત એક વખત જ લેવાનું હોય તે આયંબિલ કહેવાય.
પ્રશ્રન ૭૨---સમ્યકત્વ ગુણ પ્રગટે છતે ખાર, વૈર ને ઝેર રાખવારૂપ અવગુણ ટળે તે શી રીતે ?
ઉત્તર–જ્ઞાન–વ્રતાદિક અનેક ગુણને ખેંચી લાવનાર અને અનેક દોષને દૂર કરનાર સમક્તિ પ્રગટ થયે થકે ખાર ટળે, જ્ઞાનીગુણે વેરભાવ ટળે ને ચારિત્ર ગુણ પ્રગટતાં ઝેર પણ ટળે.
પ્રન ૭૩–વિષયકષાયના નિગ્રહથી શું લાભ થાય ?
ઉત્તર–ત...ત્યયિક કર્મબંધ થતું અટકે ને પૂર્વબદ્ધ કર્મ | નિજેરે તેમજ આત્મા શીતળ થાય.
પ્રત ૭૪–આત્મ અવબોધ તે તત્વપ્રતીતિરૂપ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે જરૂરની પાંચ લબ્ધિનું સ્વરૂપ કહે.