________________
લેખ સંગ્રહ : ૭ :
.
[ ૬૯ ] સુભાષિત. પ્રમાદવશ–દશ દષ્ટાન્ત દુર્લભ માનવદેહ પામી, સાવધાન બની, ધર્મસાધન કરવામાં જે મુગ્ધ જી ગફલત કરે છે તે મહામુશીબતે મેળવેલ ચિન્તામણિ રત્નને પ્રમાદવશ ભરદરિયામાં પાડી નાખવા જેવું કરે છે.
કન્યાદાન-કુળ, શીલ (સદાચાર), સનાથતા, વિદ્યા, સંપત્તિ, શરીર અને વય–એ સાત ગુણ જોઈ–તપાસીને કન્યા દેવી, ત્યારબાદ જેવું તેનું ભાગ્ય.
કૃતકમ–પૂર્વકૃત કર્મ ગમે ત્યારે ભગવ્યા વગર છૂટકો થતો નથી. પછી તે કર્મ શુભ હોય કે અશુભ હોય, પરંતુ તેના કરનારને અવશ્ય જોગવવું પડે છે.
અવિલંબે કરવા હિતકરણ કરી લેવામાં વિલંબ કરે ન ઘટે, કેમકે દિવસે દિવસે આયુષ્ય ઘટતું જાય છે, છતાં આપણે બેદરકારી કરતા રહીએ તો કાળ કઈ રાહ જોઈ રહેવાને નથી, તે તો વગર વિલંબે જીવને ઝડપી લે છે, એમ સમજી સુજ્ઞ–ચકેર–અગમ બુદ્ધિજનેએ જલદી ધર્મસાધન કરવું. - સુભાગ્ય પ્રાપ્તિ–પ્રગટ પ્રભાવી જિનેક્ત ધર્મ, સજજ. નેની સંગતિ, જ્ઞાની સાથે ધર્મગેઝી, ડહાપણભરી વાણ, સર્વ શાસ્ત્રમાં કુશળતા, ન્યાયપાર્જિત લક્ષમી, સદ્દગુરુનાં ચરણકમળની સેવા, શુદ્ધ-નિર્દોષ શીલ(સદાચાર)નું સેવન અને નિર્મળ મતિએ વસ્તુઓ ભાગ્યવંતને સહેજે પ્રાપ્ત થઈ શકે છે.
સાધમીની સેવા–જે સુબુદ્ધિ જને યથોચિત સાધમીની સેવા-ભક્તિ (અવસર પામીને ઉલ્લસિત ભાવે) કરી શકે છે, તેઓની જિનભક્તિ અને શાસનેન્નતિ લેખે આવે છે. દેખા