________________
લેખ સંગ્રહ : ૭:
[ ૩૭ ] - ૧૫. અન–આ જિનેશ્વરદેશિત ધર્મરૂપ મહાવૃક્ષનું મૂળ શું?
ઉત્તર–વિનય (ગુણગુણી પ્રત્યે નમ્રતા) એ જ એનું મૂળ છે. ૧૬ અન–વિનયના સામાન્ય ભેદ (પ્રકારે) સમજાવશો?
ઉત્તર–૧. વંદન, સુખશાતાદિ પૃચ્છા, યથાયોગ્ય અન્ન, પાન, વસ્ત્ર, પાત્રવડે ભક્તિ.
૨. સદ્દગુણ સાધુપ્રમુખના સદ્દગુણે પ્રત્યે હૃદય પ્રેમ-બહુમાન. ૩. તેમનામાં પ્રગટેલા ઉત્તમ ગુણેની સ્વમુખે પ્રશંસા કરવી.
છે. તેમનામાં નજરે આવતાં નજીવા દેની ઉપેક્ષા કરવી, લોક સમક્ષ તેવા નજીવા અવગુણું ઉઘાડા પાડવા નહી. - પ. કોઈપણ પ્રકારની અવજ્ઞા-આશાતના થવા ન દેવી.
૧૭ પ્રશ્ન–દેવવંદન અને ગુરુવંદન કરવા સંબંધી વિધિવિવેક સ્પષ્ટપણે ક્યા કયા સ્થળે બતાવવામાં આવેલ છે?
ઉત્તર-–દેવવંદન ભાષ્યમાં અને ગુરુવંદન ભાગ્યમાં તે સંબંધી સ્પષ્ટ ખુલાસે છે. ભાખ્યત્રય નામના પુસ્તકમાંથી પણ કંઈક વિવેચન જોઈ શકાશે. વળી “જેન હિતબેધાદિમાં પણ પ્રસંગે પ્રસંગે તે વિષય ચર્ચલે છે. તેમજ શ્રી શત્રુંજય મહાતીર્થાદિ યાત્રાવિચાર અને ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહમાં આ સંબંધી યથાયોગ્ય વર્ણન આપવામાં આવ્યું છે, જે સૌને સમજવું સુલભ છે.
૧૮ પ્રન–તપ, જપ, વ્રત, પચ્ચક્ખાણ સંબંધી નિયમ કરવાને વિધિ વિવેક ફુટ રીતે કયાં વર્ણવવામાં આવેલ છે કે જે લક્ષગત થઈ શકે?