________________
[૩૮]
શ્રી કરવિજયજી - ઉત્તર–ઉક્ત ભાષ્યવયમાં પચ્ચકખાણ ભાગના અધિકારમાં તેનું સ્પષ્ટ વર્ણન છે.
૧૯ પ્રત–આ સઘળી કરણ વિધિ સહિત કરવાને ઊંડે હેતુ ક હે જોઈએ?
ઉત્તર–રાગ દ્વેષવાળી મન, વચન અને કાયાની ચપળતા નિવારી, ઉત્તમ આલંબનશે તેમને નિર્મલ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં નિર્દોષ રીતે સ્થિર કરવા અને અનુક્રમે સર્વથી અગોચર પરમાનંદ પદ–મોક્ષપ્રાપ્તિ કરવી એ જ ઉત્તમ હેતુ છે.
૨૦ પ્ર –ગ અનુષ્ઠાન એટલે શું? અને તે કઈ રીતે લાભદાયક થઈ શકે ? .
ઉત્તર-પરમપદ-મોક્ષ સાથે જોડી આપે એ સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી આચાર તે તમામ વેગ અનુષ્ઠાન કહેવાય છે, તેથી સાધકને અનેક પ્રકારની સિદ્ધિઓ અને અંતે મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૭૮]
બોધદાયક પ્રશ્નોત્તરે [શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯મું અધ્યયન પ્રશ્ન ૧–પ્રાયશ્ચિત્ત કરવાવડે જીવ શું ફળ પામે?
ઉત્તર–પાપની વિશુદ્ધિ કરે અને અતિચાર દેષ રહિત થાય. યથાર્થ રીતે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરનાર સમકિતને તથા જ્ઞાનને અજવાળે અને ચારિત્રને તથા મોક્ષને આરાધે.
પ્રશ્ન ૨–અપરાધ ખમાવવાવડે જીવ શું ફળ પામે ?