________________
[૫૪]
શ્રી કપૂરવિજયજી ઉત્તર-અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર (સુખ)ને વીર્ય એ ચાર ભાવપ્રાણ સ્વાભાવિક છે. તે અવરાતાં દ્રવ્ય-પ્રાણ સાંપડે છે. અનંત દર્શનરૂપ ભાવપ્રાણ અવરાતાં ઇન્દ્રિય, અનંત જ્ઞાનરૂપ ભાવપ્રાણ અવરાતાં શ્વાસોશ્વાસ, સ્વાભાવિક સુખરૂપ ભાવ પ્રાણ અવરાતાં આયુ અને સ્વાભાવિક અનંત બળવીર્યરૂપ ભાવપ્રાણુ અવરાતાં મને બળ, વચનબળ ને કાયબળરૂપ વિભાવિક બાઢા પ્રાણ સાંપડે છે. (અવરાતાં-અવરાયેલનો ક્ષયેપશમ થતાં એમ સમજવું).
પ્રશ્ન ૩૨–પ્રભુ જ્યાં (જેના ઘરે) પારણું કરે ત્યાં ધનવૃષ્ટિ કેટલી થાય ?
ઉત્તર–જઘન્યથી સાડાબાર લાખ અને ઉત્કૃષ્ટથી સાડાબાર કોડ સોનૈયાની વૃદ્ધિ થાય.
અને ૩૩—ચંદ મહાવિદ્યાનાં નામ જણાવો.*
ઉત્તર–૧ આકાશગામિની, ૨ પરકાયપ્રવેશિની, ૩ રૂપપરાવર્તિની, ૪ સ્તંભિની, ૫ મોહિની, ૬ સુવર્ણસિદ્ધિ, ૭ રજતસિદ્ધિ, ૮ રસસિદ્ધિ, ૯ બંધમાલિની, ૧૦ શત્રુ પરાભવિની, ૧૧ વશીકરણી, ૧૨ ભૂતાદિ દમિની (સર્વ અગ્નિ વિગેરે ઉપદ્રને સમાવનાર), ૧૩ સર્વસંપન્કરી, ૧૪ શિવપદપ્રાપિણી.
પ્રશ્રન ૩૪–સહિયા અને અસોહિયા મરણ કોને કહીએ?
ઉત્તર–જેમ સીધે દડો ફેંકતા દડાના સર્વ પ્રદેશ એકી સાથે જ જાય તેમ જીવ સમકાળે સર્વ પ્રદેશે નીકળી પરભવે જાય તે સહિયા મરણ અને અસહિયા મરણ તે જીવના પ્રદેશ શ્રેણિબદ્ધ આગળથી જાય, એટલે જેમ પતંગની દોરી