________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭ ] પ્રશ્ન ૪૫–જીવ અષ્ટ કર્મવર્ગણા દળિક કેવી રીતે વહેંચી આઠે કર્મને આપે છે? - ઉત્તર–જીવ સમયે સમયે કર્મવર્ગણ ગ્રહણ કરે છે, તેમાંથી સર્વથી ચેડાં આયુકર્મને, તેથી વિશેષાધિક નામ અને શેત્રને પણ સરખાં, તેથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણને વિશેષાધિક પણ માંહોમાંહે સરખા, તેથી મેહનીય કર્મને સંખ્યાત ગુણાધિક ને તેથી વેદનીયને અધિક એમ વેદનીયને સર્વથી અધિક દળ મળે છે, કેમકે વેદનીયન વિપાક જીવને થોડાં દળે પ્રગટપણે જણાય નહીં, એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે.
પ્રશ્ન ૪૬–અભિસંધિજ અને અનભિસંધિજ વીર્ય તે શું? ઉત્તર–ઉપગપૂર્વક આત્મવીર્ય તે અભિસંધિજ ને ઉપગ રહિત તે અનભિસંધિજ જાણવું. પ્રશ્ન ૪૭–વક્તા તથા શ્રોતાના ચૌદ ચૌદ ગુણ ક્યાયતે કહો.
ઉત્તર–વક્તાના ચૌદ ગુણ૧ આગમક્ત સોળ બેલના જાણ, ૨ શાસ્ત્રાર્થ વિસ્તારવંત, ૩ વાણીમાં મીઠાશ, ૪ પ્રાસ્તાવિક અવસરના જાણ, ૫ સત્યવાદી, ૬ શ્રોતાના સંશય છે, ૭ બહુ શાસ્ત્રવેત્તા-ગીતાર્થ—ઉપગી, ૮ અર્થ વિસ્તારી સંક્ષેપી જાણે, ૯ કઠિન ભાષા ને અપશબ્દ ન બેલે, ૧૦ સભાને રીઝવી જાણે, ૧૧ શ્રોતાને રસાસ્વાદ ઉપજાવે, ૧૨ પ્રશ્નના મર્મને સમજી ઉત્તરદાતા, ૧૩ અહંકાર રહિત બને, ૧૪ સંતોષાદિ સગુણાના ધારક.
શ્રોતાના ચૌદ ગુણે-૧ ભક્તિવંત, ૨ પ્રિયભાષી, ૩ નિરભિમાની, ૪ સાંભળવા રુચિવંત, ૫ ચપળતા રહિત–એકાગ્ર